________________
• લેખકની હૃદયોર્મિ • અનંત કરુણાનિધાન ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાના પટ્ટધર પરમ આત્મજ્ઞાની સુધર્મસ્વામી ગણધર ભગવંતની વાણીરૂપી પાણી દ્વારા પોતાની તૃષાને શમાવી ફુર્તિથી મોક્ષમાર્ગે આગેકૂચ કરી રહેલા પવિત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો જિનશાસનની શાન છે. આગમ અને આગમોત્તરકાલીન શાસ્ત્રના અભ્યાસમાં ગળાડૂબ સંયમીઓ ઠેર-ઠેર અનુભવની હરણફાળ ભરવાનું અમોઘ સામર્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક ગુરુ ભગવંતોની વાચના પુસ્તકરૂપે પણ પ્રગટ થતી રહે છે એ આપણા શ્રમણ સંઘનું અદ્વિતીય સૌભાગ્ય અને સદ્ભાગ્ય છે.
આ પૂર્વે જુદા-જુદા સમયે સંયમીઓને અપાયેલી વાચના અને સંયમીઓને લખાયેલ પત્રોનું સંકલન કરીને “સંયમીના કાનમાં, સંયમીના દિલમાં, સંયમીના સપનામાં, સંયમીના રોમેરોમમાં અને “સંયમીના વ્યવહારમાં' - નામથી પાંચ લઘુ પુસ્તિકાઓ દિવ્ય દર્શન ટ્રસ્ટ મારફત પ્રકાશિત થયેલ હતી. પરિમાર્જન અને પરિવર્ધન કરીને તે જ પાંચેય પુસ્તિકાઓનો પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંયમીઓની લાગણીભરી માગણીને લક્ષમાં રાખીને પ્રકાશિત કરવમાં આવતી આ કૃતિ સંયમીઓની આકૃતિને આગમિક કલાકૃતિરૂપે પરિણામાવશે અને અનેક ભવ્યાત્માઓના જીવનમાં ચમત્કૃતિનું સર્જન કરાવશે એવી ભવ્ય ભાવનાપૂર્વક સંયમીઓના ચરણકમલમાં કોટિશઃ નતમસ્તકે નમસ્કૃતિ.
લી. સ્વ.ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરશિષ્યપંન્યાસપ્રવર વિશ્વકલ્યાણવિજયશિષ્યાણ
પંન્યાસ યશોવિજય ગણી
-
—--
ન E
E