________________
બારક તત્ત્વની પીળા,
સંયમજીવનમાં સૌથી વધુ મારક તત્ત્વ છે પુણ્યોદયનું પ્રબળ આકર્ષણ. એની અનેક નિશાનીઓ છે. જેમ કે
(૧) લાયકાત વિના, અધિકાર વગર, મર્યાદાને તોડીને ય ઋદ્ધિગારવ-રસગારવ-શાતાગારવને પોષવાનું વલણ.
(૨) દેવ-ગુરુના દિલમાં વસવાના બદલે લોકોના દિલમાં, ઉપાશ્રયની દીવાલમાં, પત્રિકા-પેમ્ફલેટ-પોસ્ટર-સ્ટીકર-પુસ્તકન્યુઝપેપર-દેરાસરના બોર્ડ-પાટીયા, શિલાલેખ, વગેરેમાં વસવા માટે ફાંફાં મારવા.
(૩) કષ્ટસાધ્ય આરાધનાના બદલે સરળ કાર્યો દ્વારા પ્રસિદ્ધિપ્રશંસા મેળવવાની ઝંખના.
(૪) બેઈમાનીના બદલે બદનામીનો સતત ડર.
(૫) દેખાદેખીથી આધુનિક પ્રવચનકારો અને પ્રભાવકોની જીવનશૈલીને અપનાવવાનો થનગનાટ.
(૬) ફરજ પ્રત્યે બેફિકર બનીને, તમામ અધિકારોને ભોગવવાની ભૂતાવળ...
આવી ઢગલાબંધ નિશાનીઓ છે. ઝીણવટથી પ્રત્યેકનો ઉલ્લેખ કરીએ તો પાર ન આવે.
પુણ્યોદયના પ્રભળ આકર્ષણને સૌથી વધુ મારક કહેવાનું કારણ એ છે કે આપણા પુણ્યોદયથી આપણે અંજાઈએ એટલે આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક વિચારો, અભિમાન, ઉન્માદનો શિકાર બનવા દ્વારા માનસિક પતન, દુર્ગતિગમન વગેરે નિશ્ચિત બને.
હલકી વ્યંતરયોનિ, આભિયોગિક દેવ, કિલ્બિષિક દેવ, ગટરના યક્ષ, ભૂત-પ્રેત-પિશાચ વગેરે કક્ષાની દેવગતિને પણ ઉપમિતિ ભવપ્રપંચા કથા વગેરે ગ્રન્થોમાં કુગતિ તરીકે જ બતાવેલ છે- આ વાત પણ અહીં ભૂલાવી ન જોઈએ. આપણે આવી ભૂમિકાએ
૩૭૩