________________
આનું મુખ્ય કારણ તો એ છે કે સ્વાનુભૂતિનો તાત્ત્વિક પ્રકાશ નહિ પણ મોટા ભાગે તેનો કાલ્પનિક આભાસ સાધક કરતો હોય છે. આંતરિક આત્મવૈભવની-ચિદાનંદની મસ્તીને ન અનુભવવાને લીધે જ પરદ્રવ્યોમાં સ્વબુદ્ધિ-મમત્વબુદ્ધિ થાય છે. જેના લીધે મન - સતત સર્વત્ર આર્તધ્યાનમાં જ પરોવાયેલું રહે છે. તેના લીધે દીક્ષા પૂર્વે મોક્ષમાર્ગને બૌદ્ધિક રીતે સમજવા છતાં દીક્ષા બાદ અનુભવના સ્તરે એને પરિણાવવા માટે સાધક નિર્બળ બની જાય છે. મોક્ષમાર્ગ અને સંસારમાર્ગની આંતરિક ભેદક રેખાને તે અનુભવી શકતો નથી. જેના ફલસ્વરૂપે તે પ્રથમ ગુણઠાણા સુધી નીચે ફેંકાઈ જાય છે. આ વાત ઉપાધ્યાયજી મહારાજે ૧૨૫ ગાથાના સ્તવનમાં બહુ માર્મિક રીતે બતાવી છે. પરપરિણતિ પોતાની માને વર્તે આર્તધ્યાને,
બંધ-મોક્ષ કારણ ન પીછાણે તે પહેલે ગુણઠાણે. સાધક જીવનની આ તે કેવી કરુણ સ્થિતિ ! માટે બાહ્યયોગમાં પ્રવૃત્તિ કરતાં કરતાં મનોવૃત્તિનું નિરીક્ષણ સતત કરતાં જ રહેવાનું. નિર્મળ આત્મપરિણતિને કેળવવા રોજ-રોજ અવારનવાર સાધકે આત્મનિરીક્ષણ કર્યું જ છૂટકો. '
(લખી રાખો ડાયરીમાં...) • શાસ્ત્રનું કહેલું આપણે કેટલું કરીએ છીએ ? તો
“આપણું કહેલું થાય એવી બીજા પાસે આપણે અપેક્ષા કેટલી રાખી શકીએ ? સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો. માન-સન્માનનું અજીર્ણ = માન ન મળતાં બીજાનું અપમાન કરવાની વૃત્તિ.