________________
હિસાબ ચોખ્ખો કરીએ. સાધકના મનના પરિણામો ચન્દ્રની કળા જેવા છે. બીજા દિવસે જો ચન્દ્રકળા વધે નહિ તો તે ઘટે જ છે. તે જ રીતે સાધકની પરિણતિ નિર્મળ ના થાય તો મલિન થાય જ છે. શાસ્ત્ર પણ આ જ વાતનું સમર્થન કરે છે કે જો છ ગુણઠાણે રહ્યા પછી અંતર્મુહૂર્તમાં ૭ મે ગુણઠાણે જવાનો અંતરંગ ભગીરથ પુરુષાર્થ સાધક ન કરે તો ૬ઠે ગુણઠાણેથી તેને નીચે ઉતરવું જ રહ્યું.
કમ્મપયડી વગેરેમાં સંયમજીવનના અધ્યવસાયસ્થાન, યવમધ્ય વગેરેના નિરૂપણમાં આ જ વાત બતાવી છે.
સૌથી વધુ મહત્ત્વની વિચારવા જેવી વાત એ છે કે પૂર્વ કરોડ વર્ષના સંયમજીવનમાં (૧ પૂર્વ = ૭૦,૫૬૦ અબજ વર્ષ) ૬ઠ્ઠા ગુણઠાણાથી નીચે વધુમાં વધુ ૯૦૦ વાર ઉતરે તો ફરીથી ૬ઠ્ઠા ગુણઠાણે ચઢી શકાય. પરંતુ ૯૦૦ કરતાં વધુ વખત છઠ્ઠા ગુણઠાણાથી નીચે ઉતરે તો બાકીની આખી જીંદગીમાં એક પણ વાર ફરીથી ૬ઠ્ઠા ગુણઠાણે ચઢવાનું સૌભાગ્ય તે વ્યક્તિને ન જ મળી શકે – આવી વાત પ્રવચનસારોદ્ધાર, આવશ્યકનિયુક્તિ વગેરે ગ્રન્થોમાં આકર્ષદ્વારમાં કરેલી છે. તથા ગુણસ્થાનકક્રમારોહ, દ્વિતીય કર્મગ્રન્થ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાં જણાવ્યા મુજબ છઠ્ઠા ગુણઠાણાનો સળંગ સમય માત્ર અંતર્મુહૂર્ત જ છે. મતલબ કે પ્રત્યેક અંતર્મુહૂર્તે છઠ્ઠા ગુણઠાણેથી સાતમા ગુણઠાણે જવાનો પ્રયત્ન ન થાય તો સંયમી છથી અવશ્ય નીચે ઉતરી જાય અને આ રીતે વધુમાં વધુ ૯૦૦ વાર જ ઉતરી શકાય. તેનાથી વધુ વખત છથી નીચે ઉતરે તો બાકીની જીંદગીમાં એક પણ વાર દુદ્દે ગુણઠાણે ચઢી ન જ શકાય.
હવે મહત્ત્વનો વિચાર એ કરવાનો છે કે ૮૦ વર્ષના સંયમજીવનમાં રોજ દરેથી એક વાર નીચે ઉતરે તો કેટલી વાર
૮૩