________________
ન કરીએ તો કદાચ પચ્ચકખાણ ભાંગી પણ જાય અને ન ભાંગે તો પણ તે ઉપવાસ દ્રવ્યઅનુષ્ઠાન બનતાં વાર ન લાગે. લીધેલા અભિગ્રહો, નિયમો, પચ્ચખાણ, સંકલ્પો, પ્રતિજ્ઞા વગેરે વારંવાર યાદ કરવાના છે. માટે જ “કરેમિ ભંતે' સૂત્રને સાધુ-સાધ્વીજી આખા દિવસમાં ૯ વાર બોલે એ રીતની શાસ્ત્રકારોએ દિનચર્યામાં ગોઠવણ કરી છે. સંસ્કાર અને સ્મરણ વિનાની પ્રતિજ્ઞા પણ મડદાતુલ્ય જ છે. જેનું વારંવાર સ્મરણ કરીએ, તેની અભિરુચિ થાય. દા.ત. મિઠાઈની બાધા લીધી હોય તેને યાદ કરીએ તો બાધા ભાંગે નહિ અને મીઠાઈ આરોગવા દ્વારા રાગના તોફાનમાં તણાતા બીજા જીવોને જોઈને, યોગ્યતા હોય તો, મનમાં વિચાર આવે કે “સારું થયું કે રાગના આવા તોફાનમાંથી બચ્યો.” જો લીધેલ પચ્ચખ્ખાણ/પ્રતિજ્ઞા યાદ ન કરીએ તો આપણે એ પણ ભૂલી જઈએ કે કેટલા ટાઈમ સુધી મેં આ પ્રતિજ્ઞા કરી છે ?
આપણને જે દોષ જીવનમાં નડતો હોય તે કાઢવા સંકલ્પ કરીએપ્રતિજ્ઞા રાખીએ - તે ભૂલનો દંડ નક્કી કરીએ તો કુસંસ્કાર ભૂંસાય અને ગુણો પ્રગટે. આપણે રોજ બોલીએ છીએ “સમોડર્દ સંન વિર દિય-વ્યવવાયાવને.' એનું તાત્પર્ય સતત યાદ રાખવાનું છે. બાકી “હું સાધુ છું.” એવું બોલીએ તો પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની મનોવૃત્તિ ઉભી થાય. જો “હું સાધુ છું એવો પરિણામ આપણે ટકાવીએ તો “સાધુ પથ્થરનો જવાબ ફૂલથી આપે, પોલાદથી નહિ.' એવું આપણું જીવન બોલે. એવા સાધુ થવા માટે તો ઘર છોડ્યું છે. આ બધું વારંવાર, સમયે-સમયે યાદ કરીએ તો પ્રતિકૂળ વ્યવહાર કરનાર પ્રત્યે દ્વેષ ન થાય. માટે સામેનાની નિંદા કરવી જ નહિ, અથવા જરૂરી જ લાગે તો તેની હાજરીમાં જ કરવી. જેથી બિનજરૂરી શબ્દો ન ઉમેરવાના લીધે મસાલાવાળી નિંદા કરવાનો દોષ ખતમ થઈ જાય.
રસ્તામાં માણસ જતો હતો. વરસાદ ચાલુ હતો અને હાથમાં
૪૫૦