________________
છત્રી હતી. પણ તેણે છત્રી બંધ જ રાખી હતી. સામેથી અચાનક મળેલ મિત્ર પૂછે છે કે “છત્રી છે તો ખોલતો કેમ નથી ?” પેલાએ કહ્યું કે “છત્રી કાગડો થઈ ગઈ છે.” “તો પછી રાખી છે શા માટે?” આમ પાછું મિત્રએ પૂછતા જવાબ મળ્યો “મારી પાસે છત્રી છે એ વાતની દુનિયાને ખબર પડે તે માટે.” આપણા પણ બીજા સાથેના સંબંધો પ્રાયઃ કાગડો થયેલી છત્રી જેવા જ છે કે જેમાં દેખાવ પૂરતા તકલાદી સંબંધો તોડવા માગતા નથી અને એ ઉપર છેલ્લા સંબંધો સાચવવા છતાં તેમની જ પીઠ પાછળ નિંદા કરવાનું પણ ચાલુ છે. તેના બદલે જો કૃતજ્ઞતાનો ગુણ કેળવ્યો હોય તો વ્યક્તિની પાછળ નિંદા ન થાય. આપણે સાધુ થયા. એટલે કે સાધુ સંસ્થામાં જ છીએ. નિંદા કરીએ તો પ્રાયઃ સાધુ સંસ્થાની જ કરવાના ને ! જેનું ખાઈએ તેનું જ ખોદવાનું કામ કરીએ ! આ રીતે તો માર્ગાનુસારીપણું પણ ન ટકે.
ધર્મરત્ન પ્રકરણમાં એકવીસ ગુણની વાત કરી. તેમાં (ગા.૨૬) પણ જણાવ્યું કે ઉપકારીની નિંદા કરવાથી વિદ્યમાન ગુણ ખતમ થાય. કૃતજ્ઞતાથી જ ગુણોની વૃદ્ધિ થાય છે. (ધર્મરત્ન.ર૬) માટે વ્યક્તિ હોય કે સંઘ. કોઈ પણ હોય. તેની પાછળ તો કંઈ પણ બોલવું જ નહિ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ યોગશાસ્ત્રના ૧ લા પ્રકાશ (ગાથા.૫૫)માં જ કૃતજ્ઞતા ગુણની વાત કરી છે. સંઘ સાથે વાંકું થાય અને સંઘનું ઘસાતું બોલીએ તેમાં સંઘની નિંદા અને આશાતના થાય. માટે ખૂબ સાવધ રહેવું. થાય તો ગુણાનુવાદ કરવા. પણ નિંદા તો ન જ કરવી. પાછળથી તો નિંદા ન જ કરવી.
સંયમી પર સદ્ભાવ ટકાવવા વિચારવું કે “આપણે જાતે સંયમ પાળતા નથી, પણ આજુબાજુના સંયમીઓ આપણને સંયમ પળાવે છે. મનમાં ઢીલાશ આવે તો પણ તેઓને લીધે જ આચારની ઢીલાશ વર્તનમાં નથી આવતી” આવો વિચાર આવે તો નિંદા રવાના થાય. આ બધું પ્રયોગાત્મક ધોરણે નક્કી કરીએ તો કામ થાય. માત્ર
૪૫૧