________________
બોલવાથી કે સાંભળવાથી દોષ જતા નથી. કોઈનાથી અજાણતાઅનિચ્છાએ થયેલી એકાદ વખતની ભૂલ આપણા મગજમાં શિલાલેખની જેમ કોતરાઈ જાય છે. તથા વાચના તો વારંવાર રોજ સાંભળવા છતાં પાણીમાં લખેલ અક્ષરની જેમ ભૂંસાઈ જાય છે. આરાધનાઉપાસના અંગે એક જ વાત ૨૫ વાર સમજાવવા છતાં જીવનમાં ટકતી નથી, કારણ કે તેની કોઈ નોંધ જ નથી. તે યાદ રાખવાનો તથા આચરવાનો કોઈ સંકલ્પ નથી. માટે ઠેકાણું ન પડે. જેને માત્ર સાંભળવાનું ગમે-બોલનારને માર્ક આપવા ગમે પણ જીવનમાં ઉતારવાનું કશું જ નહીં, તેનું પ્રાયઃ ઠેકાણું ન પડે. પરંતુ “મારી જાતને સુધારવા જાઉં છું.” આવા સંકલ્પ સાથે વ્યાખ્યાનમાં કે વાચનામાં જાય તો જ તેનું ઠેકાણું પડી શકે. માત્ર સાંભળવા કરતાં સાંભળીને આચરવાનો અને જાતસુધારણાનો સંકલ્પ વધુ મહત્ત્વનો અને જરૂરી છે.
૪૫૨)