________________
ઉચ્ચતમ સાધના કરવાનો અવસર નજીક આવે ત્યારે સાધક પણ ખિન્ન ઉદ્વિગ્ન કે બેચેન ન જ હોય ને!
| વિનશ્વર શરીર લઈને બેઠા, તેની કંગાળ મમતા લઈને બેઠા, તેના ફળરૂપે રોગ મનને આકુળ-વ્યાકુળ બનાવી મૂકે. ખોરાક લઈ ન શકાય, ઉતારી ન શકાય તેવા સંયોગમાં કાયમ આહારના વળગણથી મુક્ત બનેલા સિદ્ધ ભગવંતોને યાદ કરીએ તો અફસોસ ન રહે. સિદ્ધશિલામાં મળનારી કાયમી આહારમુક્ત દશાની નેટ પ્રેકટીસ કર્મસત્તા અહીં કરાવે અને તેમાં આપણે સમતા રાખી મુક્તિને નિકટ બનાવીએ એનાથી બીજું રૂડું શું હોઈ શકે?
ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે મોક્ષ જેનો નજીક આવે તેના ઉપર કર્મસત્તા ફોજ લઈને નિર્દયપણે તૂટી પડે છે. આપણા ઉપર કર્મસત્તાના આવા હુમલા આપણા નિકટ મુક્તિગામીત્વને નિશ્ચિત કરે છે તો આનાથી ચઢિયાતું સૌભાગ્ય કયું હોઈ શકે? રોડનો ડાયવર્ઝન પણ સલામતી માટે છે તેમ રોગનો ડાયવર્ઝન પણ સુરક્ષિત રીતે મોક્ષે આગળ વધવા માટે જ છે.
બસ, જ્યારે રોગ સહન કરવાનું અનિવાર્ય જ છે તો મન બગાડીને કર્મબંધ કરવાના બદલે મનને સ્વસ્થ-તટસ્થ-મધ્યસ્થઆત્મસ્થ રાખી કર્મનિર્જરાની કમાણી ભરપૂર કરી મુક્તિને નિકટ બનાવીએ.
તમે સુજ્ઞ છો, દીર્થસંયમી છો. મારે કશું લખવાનું ના હોય. તમે જાગ્રત અને સાવધાન છો. છતાં પૂજ્ય ગુરુદેવશ્રીના આદેશથી યત્કિંચિત્ સમજણ મુજબ લખેલ છે. આશય એક જ છે રોગને યોગમાં અને મહાયોગમાં બદલી નાખો. પછી મજા જ મજા છે. સતત સ્વ-સ્વરૂપના સ્મરણમાં લીન બની મરણનું મરણ નિશ્ચિત બનાવો એ જ મંગલકામના.
૩૦૭
૩૦૭