________________
બાદ પણ પોતાની જાતને અભિમાનરહિત રાખવી એ અતિદુષ્કર કાર્ય છે.
(૧) ઉપરોક્ત કાર્યો કર્યા બાદ બીજા આપણી પ્રશંસા અને કદર કરે તથા પ્રસિદ્ધિ મળે તેવી ભૂખ હોય તો સમજી લેવું કે હજુ નમ્રતા આત્મસાત્ થઈ નથી.
(૨) અરે ! બીજા આપણી સાથે હસીને વાત કરે, નજર પડતાં સ્મિત આપે-આવી અપેક્ષા પણ અભિમાનનો જ ઓડકાર છે.
(૩) ગુરુમહારાજ જાહેરમાં મને ઠપકો ન આપે, મારી ભૂલ કોઈ જાહેરમાં ન બતાવે- આવી ઈચ્છા એ પણ અભિમાનનું જ એક સ્વરૂપ છે.
(૪) પોતાનાથી થતો ભૂલોનો બચાવ એ પણ નમ્રતાની ગેરહાજરી સૂચવે છે.
(૫) અજાણ્યે થઈ જતી આત્મપ્રશંસા પણ નમ્રતાને દેશનિકાલ આપવાનું કામ કરે છે.
(૬) બધા જોતા હોય ત્યારે ઊભા ઊભા અપ્રમત્તપણે ક્રિયા કરવી અને કોઈ ન જુએ ત્યારે બેઠા બેઠા ક્રિયા કરવી આ પણ એક જાતનો અત્મપ્રશંસાપ્રેરિત અભિમાનનો જ લેબાશ છે.
-
(૭) આપણી આરાધનાની ખુમારી કે ગૌરવ પ્રદર્શિત કરવામાં પણ ઘણી વાર અભિમાન પગપેસારો કરે છે.
(૮) બીજાની પ્રશંસા આપણી પ્રશંસા કરતાં ઓછી થાય તેવી મનની ગણતરી પણ અભિમાનની હાજરી સૂચવે છે.
(૯) આપણી આરાધનાની કોઈ પ્રશંસા કરતાં હોય તો આ બધું દેવ અને ગુરુની કૃપાથી થાય છે.” એવું બોલવાની ગણતરી અને જો બીજા આપણી વિશિષ્ટ આરાધના ન જાણતા હોય તો તે જણાવવાની વૃત્તિ- આ પણ અભિમાનનો જ વિલાસ છે.
જેમ માયાવી આલોચના ન કરી શકે તેમ અભિમાની પણ આલોચના ન કરી શકે. માટે સરળતાની સાથે નમ્રતાને લાવવી જ પડે.
૩૪