________________
ગુરુવંદન કરવું.... વગેરે સ્વરૂપે ગુરુવિનય થવાથી જ્ઞાનાવરણ કર્મનો લયોપશમ થાય. આસન ગોઠવવું વગેરે કામ શ્રાવક કરે તે ચાલે નહિ. ગુરુ પ્રત્યે સભાવ કેળવવાથી-વધારવાથી-વિશુદ્ધ બનાવવાથી ક્ષયોપશમ થાય. પ્રતનું પાનું જ્યાં ત્યાં રખડે – ઉડી જાય તેમ રાખે, પ્રત જેમતેમ બંધ કરી મૂકી દે. આ બધું શુશ્રુષાનો અભાવ સૂચવે છે. આવી ઝીણી ઝીણી બાબતમાં ચીવટ રાખવાથી શુશ્રુષાની ભૂમિકા આવે.
બેદરકારીથી વિહારમાં પ્રતિ વગેરે આગલા મૂકામે ભૂલાઈ જાય, વિદ્યાગુરુ પ્રત્યે આદર ન હોય, તત્ત્વજિજ્ઞાસા પ્રગટી ન હોય, આત્મકલ્યાણની ઝંખના ન હોય તો સમજવું કે આપણામાં શુશ્રુષા અને શાસ્ત્રશ્રવણની ખરી લાયકાત આવી નથી. છાપેલી વ્યવસ્થિત પ્રત તો વર્તમાનકાળમાં આવે છે. પહેલાં તો જૂની તાડપત્રીઓ ઉપર લખાણ હતા. હસ્તપ્રતનું પાનું પવનથી ઉડીને પડતાં બટકી પડે તો ચીકણા અંતરાય બંધાય, કારણ કે શાસ્ત્ર રચવાની શક્તિ તો છે નહિ અને ઉપરથી શાસ્ત્રનાશ થાય તેવી બેદરકારી કરીએ. તે કેમ ચાલે?
વર્તમાનકાળમાં જોઈએ તો ભણવાનો રસ ઘણા સ્થળે દેખાય છે. પણ જ્ઞાન-જ્ઞાની-સહાધ્યાયી-જ્ઞાનોપકરણ આદિ પ્રત્યે અહોભાવની ખામી જણાય છે. ઘણી વાર તેમની આશાતના પણ જોવા મળે છે. આથી ભણવા છતાં સતત જ્ઞાનાવરણકર્મનો બંધ પ્રાયઃ ચાલુ રહે. આપણા જીવનમાં આવું હોય તો આ એક દયાજનક પરિસ્થિતિ કહેવાય. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે અહોભાવ, તત્ત્વ જિજ્ઞાસા અને શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા હોય તો સંયોગવશ શાસ્ત્ર ન સાંભળવા છતાં અવંધ્ય અને અમોઘ એવો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય, જેથી જીવંત સમ્યગું જ્ઞાન જીવનમાં ઉગે. શાસ્ત્રો ભણે પરંતુ શાસ્ત્ર-શાસ્ત્રકાર-ગુરુ વગેરે પ્રત્યે અહોભાવ ન હોય તો શ્રવણ છે પણ શુશ્રુષા નથી. માટે જ્ઞાનાવરણનો મર્મવેધક ક્ષયોપશમ થાય નહિ.
શ્રવણ = ખોદકામ અને શુશ્રુષા = ભૂમિગત પાણીની સેર છે. શ્રવણ તે નિમિત્ત કારણ છે, ગૌણ છે. શુશ્રુષા ઉપાદાન કારણ છે, મુખ્ય છે.
४८८