________________
પડે. પણ તેની વિરાધના-આશાતના કરવામાં આવે તો તે જ આપણને ખલાસ કરી નાંખે. ચંદનનો લેપ કરવામાં આવે તો તે દાહ સમાવી દે. પણ તેને સળગાવો તો આપણને તે બાળી નાંખે. તેમ પંચપરમેષ્ઠી, ગુરુ કે સંયમીની ભક્તિ કરીએ તો આપણે તરી જઈએ અને તેની આશાતના કરીએ તો ચોક્કસ ડૂબવાના. અતિપરિચયાદવજ્ઞા” એવું જો તારક ગુરુદેવ કે સંયમીની બાબતમાં થાય તો ખલાસ. અગ્નિ સાથેની રમત રમવામાં જેટલું જોખમ છે તેના કરતાં વધુ ભય જાણી જોઈને સંયમીની આશાતના કરવામાં છે.
માટે ચાલુ જીવનવ્યવહારમાં ગુરુદેવ, વિદ્યાગુરુદેવ, સહવર્તી સંયમીની આશાતના જો દોષદૃષ્ટિ, પ્રમાદ વગેરેના લીધે કે અસહિષ્ણુતાના લીધે થઈ જાય તો સમજી લેવું કે ભવાંતરમાં ફરીથી ગુરુદેવ વગેરેની પ્રાપ્તિમાં અંતરાય થાય તેવા ચીકણાં કર્મ બાંધવાના કામ દીક્ષા લીધા પછી પણ ચાલુ જ છે. ધર્મના નામે ધર્મનાશના કાંટાળા માર્ગે ભૂલેચૂકે પણ ચડી ન જવાય તેની સતત સાવધાની સંયમજીવનમાં રાખજો.
સંયમજીવન રૂપી સુવર્ણથાળમાં આશાતના રૂપી લોઢાની મેખ ન લાગે તો જ સંયમજીવનના સાચા અને સાત્વિક આનંદની અનુભૂતિ થાય. મારક આશાતના તત્ત્વનો પ્રવેશ ન થાય તો જ વર્ષપર્યાય બાદ અનુત્તરદેવની તેજોલેશ્યાને પણ ટક્કર મારે તેવી ભાવવિશુદ્ધિ તારક સંયમજીવનમાં અનુભવી શકાય. બાકી એ વાત માત્ર શાસ્ત્રોમાં જ રહે, આપણા જીવનમાં નહિ. તમે સુજ્ઞ છો, વધારે શું લખું ?
૧૫