________________
ઝડપથી તરી ગયા. પરંતુ આશાતનાનું ચીકણું પાપ કરનાર કોઈ પણ જીવ તપ-ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-ધ્યાનના સહારે જલ્દી સંસાર પાર કરી ગયો હોય તેવું પ્રાયઃ જાણવા નથી મળ્યું.
બીજા પાપ કર્યા પછી તે પાપથી પાછા ફરવાનું પ્રણિધાન ગુરુસમર્પણ ભાવ આપે છે. પરંતુ ઘોર આશાતના કર્યા પછી તેનાથી પાછા ફરવાનો સંકલ્પ, પ્રાયશ્ચિત્ત કરવાનો ભાવ લગભગ જાગતો નથી. બીજા પાપ કર્યા બાદ ગુણીજનને સમર્પિત થવાથી તે પાપને હટાવવાનું બળ મળે. પરંતુ ગુણીજનની આશાતના કર્યા બાદ સંસાર તરવાનું બળ કેમ મળે ? સંસારમાંથી મોક્ષને જોડતું એકમાત્ર કોઈ માધ્યમ હોય તો પંચપરમેષ્ઠી છે. જે તેને ઠુકરાવે તે સંસાર તરી ન શકે તેમાં કોઈ નવાઈ નથી. હોડીને કે સ્ટીમરને ઠુકરાવનાર કોઈ માણસ મહાકાય સાગરને બે હાથથી તરી ન શકે. બે હાથ = તપ, ત્યાગ, સ્વાધ્યાયાદિ. સ્ટીમર પંચપરમેષ્ઠી. સાગર = સંસાર. સ્ટીમરમાં બેસવું = પંચપરમેષ્ઠી પ્રત્યે સમર્પણભાવ. સ્ટીમરનો પંચપરમેષ્ઠીની આશાતના.
=
ત્યાગ =
અજ્ઞાનગ્રસ્ત કહેવાતા માષતુષ મુનિએ ગુરુસમર્પણભાવ દ્વારા કેવળજ્ઞાન મેળવ્યું. જ્યારે પંડિતસાધુ ગોષ્ઠા માહિલ પૂર્વધરની આશાતના કરી નિર્ભવ બન્યા. કામી એવા સ્થૂલભદ્ર ગુરુસમર્પણથી કામવિજેતા બન્યા. જ્યારે વાસનાને ખલાસ કરે તેવો તપ કરનાર કુલવાલક મુનિ ગુરુઆશાતનાથી વેશ્યાગામી/વેશ્યાકામી બન્યા. પ્રચુર પરિગ્રહને છોડી શાલીભદ્ર ગુરુસમર્પણ દ્વારા મોક્ષમાર્ગે આગળ વધ્યા. જ્યારે અપરિગ્રહ માર્ગે ચાલનાર શિવભૂતિ ગુરુહીલનાના પાપે દિગંબરમતના સ્થાપક બન્યા. “ન યાવિ મોક્ખો ગુરુહિલણાએ” એવું દશવૈકાલિક સૂત્રનું વચન પણ આ જ વાતની સાક્ષી પૂરે છે.
કડકડતી ઠંડીથી બચવા અગ્નિ જરૂરી છે. પણ અગ્નિમાં હાથ નાખવામાં આવે તો અગ્નિ બાળવાનું જ કામ કરે. તેમ હિમ જેવા મોહરાજાથી બચવા સંયમી, ગુરુ, પંચપરમેષ્ઠી સ્વરૂપ અગ્નિની જરૂર
૧૪