________________
થાય ને ?' આ વિચાર ન આવે તો પોતે અસમાધિ કરે અને બીજાને પણ અસમાધિ કરાવે. સંઘ અને શાસનને પણ નુકસાન કરાવે.
“આ ચીજ મને ગમે છે. મારી બાહોશીથી અને મારા પુણ્યોદયથી મને મળી છે. મારે રાખવી છે. આ સંસારી માનસ છે. આપણે ગોચરી લેવા જઈએ. ગોચરીમાં મીઠાઈ માત્ર આપણને મળે અને પૂરતા પ્રમાણમાં લાવ્યા, પણ પોતાને વાપરવામાં મીઠાઈનો એક પણ ટુકડો ન આવ્યો. ત્યારે સંક્લેશ કરવાના બદલે “મારો અધિકાર માત્ર લાવવાનો છે, વહેંચવાનો કે વાપરવાનો નથી. ગુરુ જેને યોગ્ય લાગે તેને વહેંચે.” એમ વિચારવું. જેમ મોટરને બનાવવાનો અધિકાર તેની કંપનીને છે પણ તે મોટર વેચ્યા પછી તેને ક્યાં ચલાવવી? તેનો અધિકાર કંપનીને નથી. તેમ આપણા હાથમાં ગુર્વાજ્ઞા મુજબ ગોચરી લાવવાનું છે. ગોચરી લાવ્યા પછી કોને શું આપવું ? તે ગુરુદેવનાવડીલના હાથમાં છે, આપણા હાથમાં નથી.
જેમ ગોચરીમાં ચીજ અકથ્ય આવે તે ન ચાલે તેમ આપણી પ્રવૃત્તિ પણ અકથ્ય હોય તે ન ચાલે. “છુંદો હું લાવ્યો છું. માટે મારી ઈચ્છા મુજબ પેલાને આપો” એમ કરવામાં ગુરુ-શિષ્ય વચ્ચે સંઘર્ષ થાય, વડીલ પ્રત્યે દ્વેષ થાય, મર્યાદા અને સદ્ભાવ તૂટે. માટે (૧) ન કલ્પે તેવી કોઈ પણ ચીજ રખાય નહિ અને (૨) અયોગ્ય એવી પ્રવૃત્તિ કરાય નહિ. તો નુકસાનીથી બચાય.
પર્વતના હજાર પગથિયા ચડેલાને ઉપદેશ એટલો જ છે કે જ્યાં છો ત્યાંથી ન લપસો. એક પગથિયું લપસવામાં ૯૯૯ પગથિયા લપસસો. ન કલ્પે એવી પ્રવૃત્તિ ન કરાય અને ન કલ્પે તેવી ચીજ ન લેવાય. જો અકથ્ય ચીજ આવી જાય તો પરઠવવી પડે, ન પરઠવે તો સ્વ-પરને અસમાધિ થાય. વર્તમાન કાળમાં સંયોગ અને સત્ત્વના કારણે વિપરીતતા દેખાતી હોય તો પણ તેનો ડંખ જોઈએ. તો દોષમાં કંઈક ઘટાડો થાય, સજામાંથી થોડી-ઘણી બાદબાકી થાય, બાકી ન થાય. ક્યારેક લાંબા વિહારમાં સકારણ ગાડીમાં ગોચરી દૂરથી
૫૧૫