________________
આશ્રવ, અસંવર અને બંધ ગમવા તે સંસારીના લક્ષણ છે. સંયમીને તો અનાશ્રવ, સંવર અને સકામ સાનુબંધ નિર્જરા જ ગમે. જ્ઞાનાદિ પંચાચાર પાલન કરતાં કરતાં અનાશ્રવ, સંવર, સકામ નિર્જરાને સાધી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના...... લખી રાખો ડાયરીમાં...
સાધુનો સંસાર પાંચ પ્રકારે.
(૧) અભિમાન સાથેનો શાસ્ત્રાભ્યાસ. (૨) મૂર્છા સાથેના ઉપકરણો.
(૩) ક્રોધ કે આહારલાલસા સાથેનો તપ. (૪) જાતપ્રભાવનાની ભાવનાથી શાસનપ્રભાવના. (૫) સેવાની લાલચથી શિષ્યસંગ્રહ.
અતિમૌન બીજાને ભારબોજરૂપ બને. અતિભાષણ બીજાને ત્રાસરૂપ બને. જરૂરી હોય ત્યાં હિતકારી સૌમ્ય વાત, બાકી મૌન.
આ ઘટના બીજાને આનંદરૂપ બને.
પતનની પળ જો સાત્ત્વિક ઉપાયથી અટકાવી શકાય તો ઉત્તમ. બાકી મધ્યમ કે જધન્ય ઉપાયથી પણ પતનની પળને અટકાવવી.
આરાધના કરવા છતાં આરાધક ભાવને કેળવવાનું લક્ષ ન હોય તો આરાધનાનું તાત્ત્વિક ફળ મળી ન શકે.
१५१