________________
ભવભ્રમણ વધારવાનું કામ પણ કદાચ કરી દે. સાધના પુણ્ય બંધાવે. સરળતા શુદ્ધિ અપાવે. શુદ્ધિ સલામતી આપે. પુણ્ય તો સામગ્રી અને સગવડ આપે. સલામતી વિનાની સામગ્રી અને સગવડનો ભરોસો ન કરાય. સગવડ અને સલામતી આ બેમાંથી એક જ મળે તેમ હોય તો સલામતીની જ પસંદગી કરાય.
ગુરુવચનની આરાધના સરળ જ કરી શકે. પ્રેમ આરાધનાનો નહિ પણ ગુરુવચનનો, ગુરુઈચ્છાનો કેળવવાનો છે. આ કાર્ય સરળ અને નિષ્કપટ સાધક જ કરી શકે. માયાવી કદાચ આરાધનાનો પ્રેમ કેળવી શકે, ટકાવી શકે, વધારી પણ શકે. પણ ગુરુવચનનો પ્રેમ કેળવી ન શકે. કોઈ પણ ભોગે ગુરુવચનને બિનશરતી રીતે આત્મસાત્ કરવું છે - આવી પરિણિત સરળ હૃદયમાં જ પાંગરી શકે.
સરળને આરાધના પણ સરળ, ગુરુવચનપાલન પણ સરળ, મોક્ષ પણ સરળ. માયાવીને કદાચ સ્વકલ્પિત આરાધના સરળ હોય, પરંતુ ઈચ્છાવિરુદ્ધ ગુરુવચનનું પાલન કઠણ હોય. માટે માયાવીનો મોક્ષ પણ અઘરો. તેથી સરળતા જીવનમાં આવી કે નહિ ? તેનું થર્મોમીટર છે ગુરુવચનપાલનમાં તત્પરતા + બિનશરતી ગુરુશરણાગતિ. તમે સમજુ છો. પણ પ્રાયઃ માયાવી જીવ સ્ત્રીના અવતાર પામે અને સ્ત્રીને પ્રાયઃ માયા આત્મસાત્ હોય, માયા કરવી સરળ હોય. માટે દંભ, કપટને છોડવા અને સરળ પરિણામને આત્મસાત્ કરવા, પ્રતિપળ નિર્દભ સાધનાની જાગૃતિ કેળવવા ભગીરથ પુરુષાર્થ + ભીષ્મ સંકલ્પ કરવો જ રહ્યો. આ માટે અધ્યાત્મસાર ગ્રંથનો ૩જો દંભત્યાગ અધિકાર ગુરુગમથી સમજીને, કંઠસ્થ કરીને, તેને જીવનમાં ઉતારવા કટિબદ્ધ બનજો. ‘આપ ભલા તો જગ ભલા' - આ અનુભૂતિ સરળ જીવ જ કરી શકે.
સંસારની માતા માયા છે. અને માયાની માતા વક્રતા છે. માયા કરતાં પણ અપેક્ષાએ વક્રતા દોષ ભયંકર છે. કારણ કે માયાવી તો પકડાઈ જાય એટલે તેટલો સમય માયા છોડી દે. વક્ર તો
૩૧