________________
ઉતર્યો. સરળ ગુણસેન સંઘર્ષમાં ન પડ્યા અને ખમાવવા તૈયાર થઈ ગયા. સરળતા હોત તો અગ્નિશર્મામાં પ્રજ્ઞાપનીયતા (= સમજશીલતા) અવશ્ય હોત, અને તો તો તાપસ ગુરુદેવ કુલપતિના વચનથી અગ્નિશર્મા શાંત થઈ ગયા હોત. પણ સરળતા ન હતી. તેથી કુલપતિનું વચન ન પાળ્યું અને ક્રોધના દાવાનળમાં હોમાયા. વેરનું નિયાણું બાંધ્યું. માટે અગ્નિશર્માના વિનાશમાં પણ ક્રોધ નહિ પણ સરળતાનો અભાવ જ પ્રારંભિક તબક્કામાં મુખ્ય કારણ હતો. ક્રોધ તો અગ્નિશર્માને કુલપતિ ગુરુ સાથે તોછડાઈ કર્યા બાદ પાછળથી આવ્યો. ઉગ્ર સાધના નિષ્ફળ ગઈ. ઉગ્ર તપ કરવા છતાં અનંતકાળ તે ભટકશે.
ચંડરુદ્રાચાર્યના શિષ્ય સરળ હતા. તેથી ગુરુના ક્રોધમાં ઉપકારના દર્શન કર્યા. સંઘર્ષમાં ઉતર્યા વિના સ્વભૂલનો સ્વીકાર કરીને પશ્ચાતાપ દ્વારા કૈવલ્યલક્ષ્મીને પામ્યા. માયાવી તો ઉપકારીના મધુર કોમળ વચનમાં પણ અપકારની શંકા-કુશંકા કરે. સરળ સાધક તો ઉપકારીના કઠોર વચનમાં પણ કરુણાના દર્શન કરીને પુર ઝડપે મોક્ષમાર્ગે આગળ વધે. માટે તો મૃગાવતી અને ચંડરુદ્રાચાર્યના શિષ્ય ફાવી ગયા.
ખ્યાલમાં રહે કે ઉપકારીના કઠોર વચનમાં કરુણાના દર્શન ન કરી શકે તે સાધક આત્મવિકાસ સાધી ન શકે. ઉપકારીનું સાંભળી ન શકે તે પોતાની જાતને સંભાળી ન શકે, ભલે ગમે તેટલો મોટો વિદ્વાન, તપસ્વી કે કઠોર આચારવાળો હોય. સરળ ન હોય તે વિશ્વસનીય ન બને. ઉપકારીનો દ્રોહ કરવામાં પણ વક્ર જીવ ન અચકાય. કુલવાલક મુનિ તેથી જ બધી તપસાધનાને સળગાવી બેઠા.
“ ખરું કહીએ તો સરળતા એ સમર્પણભાવને લાવવા દ્વારા સાધનાને સાનુબંધ બનાવે છે. વક્રતા તો સ્વચ્છંદતા લાવવા દ્વારા સાધનાને Fail કરે. અનુબંધ વગરની સાધના દેવલોકના સુખ આપીને
३०