________________
આવે છે. આથી સામાજિક બંધારણને અંગે આપણે એવા અનુમાન પર આવીએ છીએ કે બુદ્ધિપ્રધાન નાતે રાજ્ય ચલાવવાને, વીર્યપ્રધાન નાતે લડવાને, અને ત્રીજી વાસનાપ્રધાન નાતે પરચૂરણિયા ધંધાઓ તથા દલાલીને કે મજુરીને બંધ કરવો જોઈએ. દરેક જ્ઞાતિએ માત્ર પિતાને જ ધંધો કરે જાઈએ, અને બીજાના કામમાં જરા પણું માથું મારવું ન જોઈએ, અને આ રીતે જે દરેક માણસ પોતાનું કામ કરે, તો જ આખા સમાજમાં એકતા ઉતરી આવે અને નહિ તે વિક્ષેપ ઉભા થાય અને આવા લેકે એક બીજાની સાથે રહેતા હોય તો પણ તેમને સમાજ એક નહિ હોય પણ તેમાં બે કે ત્રણ કે તેથી પણ વધારે ભાગલાઓ પડી જશે. આ શ્રમવિભાગનો સિદ્ધાન્ત એટલે જ ધર્મ. આ દષ્ટિએ જોતાં જ્ઞાતિબંધારણ પણ એક “ધાર્મિક” સંસ્થા થઈ જાય એ શક્ય છે. અલબત્ત લેટો એમ કબૂલ કરે છે કે કોઈ માણસમાં અસાધારણ શક્તિ હોય તો તેને નીચલી નાતમાંથી ઉપરની નાતમાં લેવો જોઈએ, પરંતુ માણસમાં શક્તિ છે કે નહિ અને છે તે કેટલી છે, તે વિશે મતભેદ થવાનો સંભવ છે, અને કયા ધરણથી આ નક્કી કરી શકાય, તેની વિગતમાં પ્લેટો ઉતરતો નથી. આથી અંતે પ્લેટોએ રચેલું જ્ઞાતિબંધારણ જડ થઈ જવાનો સંભવ છે.૮૩
મનુષ્ય સ્વભાવમાં ત્રણ અંશે છે, તે પણ પ્લેટોની મુખ્ય જ્ઞાતિઓ ચાર છે. વિવેક, શૌર્ય અને મિતત્વ એ ત્રણ સદ્ગણોને અનુરૂપ ત્રણ વિભાગ સમજી શકાય છે. પરંતુ આથી આગળ જઈ આદર્શ સમાજને જે અસ્તિત્વમાં લાવ હોય, તો જે લેકમાં માત્ર બુદ્ધિ કે વિવેક હોય તેમના હાથમાં રાજ્યની લગામ ન સોંપતાં જેમણે ઈષ્ટના તત્વને પૂરેપૂરે સાક્ષાત્કાર કર્યો હોય તેમને જ રાજ્ય* ૮૨. જુઓ ૪૨૫-૪૨૬
૮૩. ૪૨૩-૩માં જ્ઞાતિ બદલી શકાય એમ હેટોએ કહ્યું છે, પરંતુ ૪૧૫-૨, માં શુદ્ધ લોહી જાળવી રાખવું જોઈએ, અને ઉમદા ખમીરમાં જરા પણ સેળભેળ - થવી ન જોઈએ એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે,