________________
૧૦૪
પરિચ્છેદ ૨
હતાં તે જ (૨) ઈશ્વરે અમલમાં મૂક્યાં, અને એમને શિક્ષા થઈ તો એટલે અશે તેઓ વધારે સારા થયા, પરંતુ જેઓને શિક્ષા થઈ તેઓ દુઃખી થયા અને એ દુઃખને કર્તા ઈશ્વર હત–આમ કહેવાની છૂટ કવિને આપવાની નથી. જો કે એ એમ કહી શકે ખરે કે દુષ્ટ લોકે દુઃખી છે કારણ તેમને શિક્ષા થવાની જરૂર છે, અને ઈશ્વરી શિક્ષા મળવાથી તેઓને (ઉલટ) લાભ થાય છે;૪ પરંતુ કઈ પણ સુવ્યવસ્થિત પ્રજાધીન સમવાયતંત્રમાં, ઈશ્વર સારે હોવા છતાં કોઈને અનિષ્ટને વિધાતા છે–એવા વિધાનને પ્રયત્નપૂર્વક નિષેધ કરવાને છે; (૪) અને શું નાનાં કે મેટાં, કેઈએ પણ એ બાબત ગદ્યમાં બોલવાની નથી, કે ગાવાની નથી કે સાંભળવાની નથી. (કારણુ) આવી કપિત કથા આત્મઘાતી, નાશકારક અને ધર્મને દ્રોહ કરનારી છે.
તેણે જવાબ આપ્યોઃ હું તમારી સાથે સંમત છું; અને કાયદાને મારી સંમતિ આપવા તૈયાર છું.
ત્યારે આપણા કવિઓ અને આખ્યાયકે પાસેથી જેનું પાલન થવાની આપણે અપેક્ષા રાખીશું એવા દેવ વિશેના નિયમે અને સિદ્ધાંતોમાંને આ એક ભલે રહ્યો–કે ઈશ્વર બધી વસ્તુઓને કર્તા નથી, પણ માત્ર ઈષ્ટ વસ્તુઓને જ છે.
તેણે કહ્યું : એ ચાલશે. | (૩) અને બીજા સિદ્ધાંત વિશે તમે શું માને છે? હું તમને પૂછું–ઈશ્વર જાદુગર અને છલપૂર્વક ઘડીકમાં એક આકારમાં અને ઘડીમાં બીજા આકારમાં દેખા દે—કઈ વાર પિતે બદલાઈને, વારા ફરતી જુદા જુદા આકાર ગ્રહણ કરતે, કે કોઈ વાર એવાં પરિવર્તનના બાહ્ય દેખાવ દ્વારા આપણને છેતરે–એવો–છે; કે પછી પિતાના જ વિશિષ્ટ સ્વરૂપમાં અચલ અને નિશ્ચિત એ એક અને અદ્વિતીય છે?
* જુઓ “ગોર્જિયસ” નામને પ્લેટને સંવાદ. *'Ka tb a rsis' Concept of Finite God.