________________
પરિચ્છેદ ૪
મેં કહ્યું : અને ( આ ) પહેલાં જે ખીજા ( આદેશ ) વિશે આપણે વાત કરતા હતા તે આનાથી પણ વધારે હળવા છે,—જ્યારે પાલકાની સંતતિ હલકી પેદા થાય ત્યારે એને અધિકારભ્રષ્ટ કરવાની તથા હલકા વર્ગની સંતતિ (૩) સ્વાભાવિક રીતે વધારે સારી હાય, ત્યારે તેમને પાલકાની પાયરી પર ચડાવવાની ફરજ, * ——એમ મારા કહેવાતા ભાવા છે. હેતુ એ હતા કે સામાન્ય રીતે પુરવાસીઓના સંબંધમાં, “ એક (વ્યક્તિ) દીઠ એક કામ ” એ પદ્ધતિ અનુસાર કુદરતે જેને માટે એને ચેાજ્યેા હાય તે જ ઉપયાગ દરેક વ્યક્તિના કરવે જોઈ એ, અને પછી પ્રત્યેક માણસ પેાતાનો જ ધંધા કરે અને અનેક નહિ પણ એક જ રહે; અને આ રીતે આખું નગરરાજ્ય અનેક નિહ પણ એક જ રહેશે.
૧૮૮
તેણે કહ્યું : હા, એ કંઈ એટલું કઠિન નથી.
જો કહેવતમાં છે તે પ્રમાણે એક જ મહાન વસ્તુની—જો કે એ વસ્તુને મહાન નહિ પણ આપણા પ્રયેાજન માટે પૂરતી મહાન એમ હું કહું—સંભાળ રાખી હોય; તા, ભલા ડેમેન્ટસ, જે નિયમાન આપણે નિર્દેશ કરીએ (૬) છીએ, તે, હરા માની બેસે તેમ, કંઇ સંખ્યાબંધ મહાન સિદ્ધાન્તા નથી, પણ બધા રમતવાત છે. તેણે પૂછ્યું એ શી હોઈ શકે?
મેં કહ્યું : કેળવણી અને ઉછેર; × જો આપણા નગરવાસીઓને
* સરખાવે। પિર. ૩, ૪૧૫ ૬-,
× મુ. ૫: કેળવણી તથા ઉછેર ઉપર પ્લેટો અત્યંત ભાર મૂકે છે, અને આજે દરેક દેશમાં પણ આ સત્ય સ્વીકારવામાં આવ્યુ છે, વ્યક્તિના ચિત્તમાં સારી વૃત્તિ સારા સંસ્કાર રાપે અને એવા સારા સંસ્કાર સારી વૃત્તિઓને ભવિષ્યમાં મદદ કરે, તેવી જ અન્યાન્યાશ્રયી વિવર્દનની રીતે સમાજમાં સારી કેળવણી અને ઉછેર સારી વૃત્તિએનાં મૂળ રાપે છે તેા શુભ વૃત્તિ કેળવણી અને ઉછેરને ઉત્તરાત્તર વધારે પર્યાપ્ત અને લક્ષ્યસાધક કરે છે અને સમાજને તયા વ્યક્તિનેા એ રીતે ઉત્કર્ષ થાય છે, વં वृत्तिसंस्कारयोः चकमनिषमावर्तते । योगभाष्य ।