________________
પરિચ્છેદ ૧૦ તેઓએ કૂચ કરી; અને ત્યાર પછી સાંજ પડવા આવી ત્યારે જે અનવધાન નદીનાં પાણી કઈ પાત્રમાં ઝીલી શકાતાં નથી તે નદીને કાંઠે તેઓએ પડાવ નાંખે; દરેકને આનું ડું પાણી તે પીવું જ પડ્યું અને જેઓ વિવેકના રક્ષણથી વંચિત હતા તેઓએ જરૂર કરતાં વધારે પીધું અને જેવું પીધું તેવું (a) જે કંઈ બન્યું હતું તે બધું દરેક ભૂલી ગયા. હવે તેઓ સુતા, ત્યાર પછી લગભગ મધ્ય રાત્રીએ વાવાઝોડું અને ધરતીકંપ થયાં અને પછી એક ક્ષણમાં આમ તેમ ઊંધાચતા થતાં તેઓને ખરતા તારાઓની જેમ તેમના જન્મરથાને ઉપર ધકેલવામાં આવ્યા. એરને પિતાને પાણી પીતાં અટકાવવામાં આવ્યો હતો, પરંતુ કઈરીતે અથવા કઈ ગતિથી એ પોતાના શરીરમાં પાછો આવ્યો તે એ કહી શક્યો નહિ; માત્ર સવારમાં, અચાનક જાગી જતાં પોતે પિતાને ચિતા પર પડેલે જે.
. અને આ રીતે ગ્લાઉકોન, કથા સચવાઈ રહી છે અને એને (૪) નાશ થયું નથી. અને જે આપણે એમાં કહ્યા પ્રમાણે વર્તીશું, તે એ આપણને પણ સાચવી લેશે; અને આપણે સહીસલામત રીતે વિરમૃતિની નદી પરથી પસાર થઈ જઈશું અને આપણે આત્મા કલુષિત નહિ થાય. જે પરથી મારી સલાહ તો એવી છે કે આત્મા અમર છે તથા દરેક પ્રકારનું ઈષ્ટ કે અનિષ્ટ સહેવાની એની શક્તિ છે એમ ખયાલ કરીને આપણે હરહમેશ સ્વર્ગના પથને વળગી રહેવું જોઈએ તથા સદાયે ધર્મ અને સદગુણને અનુસરવું જોઈએ. (8) સરતોમાં જીતનારાઓ ઈનામે એકઠા કરતા ફરતા હોય તેમ શું અહિંયાં કે પછી આપણને આપણે બદલે મળવાને હેાય ત્યાં દેવને તથા એક બીજાને પ્રિય થઈને રહેવાની રીત આ જ છે. અ.' આ જીવન તથા આપણે વર્ણવી છે તે હજાર વર્ષની યાત્રા એમ બંનેમાં આપણું ભલું થશે.
* River of Unmindfulness. + River of Forgetfulness.