________________
પરિચ્છેદ ૭
તેણે કહ્યું અને એક (એટલે શું તે) ના (અભ્યાસના) પ્રસંગમાં જ અચૂક આમ બને છે એ પ્રસિદ્ધ છે. કારણ એક ને એક વસ્તુ એક તરીકે તથા સમૂહમાં અનંત હોય, એમ બંને રીતે આપણને દેખાય છે, નહિ ?
મેં કહ્યું: હા, અને એક વિશે જે આ ખરું છે, તે બધી સંખ્યાઓ વિશે એટલું જ ખરું હોવું જોઈએ.
જરૂર. અને તમામ ગણિત તથા ગણતરીને સંખ્યા સાથે જ સંબંધ છે?
(૪) પરંતુ તે (ગણિત તથા ગણતરી) ચિત્તને સત્ય પ્રત્યે દોરી જાય છે એમ લાગે છે, કે પછી નહિ ?
હા, કંઈ અત્યંત અભુત રીતે
ત્યારે લડાઈમાં અને ફિલસૂફીમાં—એવા એના બે ઉપગ છે તો આપણે જે પ્રકારના જ્ઞાનની શોધ કરતા હતા તે આ છે; કારણ લડવૈયાએ સંખ્યાની કળા શીખવી જોઈએ અને જે ન શીખે તે). પોતાનું લશ્કર હારબંધ કેમ ગોઠવવું તેની એને ખબર નહિ પડે, અને ફિલસૂફને પણ એ કળા શીખવી પડશે, કારણ (અનંત) પરિવર્તનોના સમુદ્રમાંથી એણે બહાર નીકળીને ખરેખર સતને ગ્રહણ કરવાનું છે, અને તેથી એ ગણિતશાસ્ત્રી હોવો જ જોઈએ.
એ ખરું છે. અને આપણે પાલક તો લાવે છે અને ફિલસુફ એમ બંને છે? જરૂર !
ત્યારે કાયદામાં આને યોગ્ય રીતે નિર્દેશ થઈ શકે એવા પ્રકારનું આ એક જ્ઞાન છે અને જેઓ આપણું રાજ્યના પ્રધાન પુરુષો થવાના છે તેમને આપણે એમ સમજાવવાનો (#) પ્રયત્ન કરવો જોઈએ કે તેમણે (માત્ર) શીખાઉ તરીકે ગણિતને અભ્યાસ કરવાને નથી, પરંતુ સંખ્યાઓના સ્વરૂપને શુદ્ધ ચિત્ત દ્વારા જોઈ શકે ત્યાં સુધી