________________
૫૭૪
જ વર્તન કરે એ, એડેઇમેન્ટસ, શું તમારા માનવામાં આવે છે?*
તેણે કહ્યું; હા તે એ પ્રમાણે કરે એમ હું માનું છું;
મેં કહ્યું. ત્યારે તે જુલમી પુત્ર એનાં મા-બાપને ખરેખર આશીર્વાદરૂપ છે.
તેણે જવાબ આપે એ ખરેખર એવો છે.
(૯) એ પહેલાં તે એમની માલમતા લઈ લે, અને જ્યારે એ ખૂટી જાય, તથા એના આત્માના મધપૂડામાં સુખો (ની લાલસા) ટાબંધ એકઠી થવા માંડે, ત્યારે એ કોઈનું ઘર ફડે અથવા રાત્રે કોઈ વટેમાર્ગુનાં કપડાં ચોરી લે, ત્યાર પછી કોઈ મંદિરને સફાચટ કરે છે. દરમિયાન જે બીજા નવા અભિપ્રાયોને હાલ તરત છુટા મૂકવામાં આવ્યા હોય તથા જે હવે (એની) વિષય વાસનાના અંગરક્ષક તરીકે કામ કરતા હોય તથા સામ્રાજ્યમાં જેને હિસ્સો હોય, તેવા અભિપ્રાયો–એ બાળક હતું ત્યારે એનામાં જે જુના અભિપ્રાય હતા અને જે “સારું શું” અને “ખેટું શું” એ વિશેને નિર્ણય આપતા હતા, તેને ઉથલાવી પાડે છે. પ્રજાસત્તાવાદના દિવસેમાં, એ જ્યારે કાયદાએ તથા એના પિતાના નિયમન નીચે હજી પણ હતો, (૬) ત્યારે ઊંઘતી વખતે માત્ર સ્વપ્નાવસ્થામાં જ એ (અભિપ્રાય) બહાર ડોકિયું કરતા; પણ હવે જ્યારે એ વિષયવાસનાના સામ્રાજ્ય નીચે જ વસે છે, તો (અગાઉના દિવસે માં) માત્ર સ્વપ્નમાં જ અને બહુ જવલ્લે જ એ જે તે તે હવે એ વાસ્તવિક રીતે જાગ્રદેવસ્થામાં હરહંમેશન બની જાય છે; ઘરમાં ઘર ખૂન કે નિષિદ્ધ ખોરાક લેવાનું અથવા ગમે તેવું બીજું ભયંકર કૃત્ય કરવાનો અપરાધ (૭૫) એ કરશે. (અંધ પાશવી) પ્રેમ એને જુલમગાર છે, અને તે એનામાં
* પ્લેટો સમાજને તેમજ વ્યક્તિના બંધારણને મધપૂડા સાથે સરખાવે છે, અને એને સંપૂર્ણ વ્યાપક અર્થમાં પટેએ આખા પુસ્તકમાં આને ઉપગ કર્યો છે.