________________
૪૮૦૦
પરિચછેદ ૯
અંદર ઉતરી શકે તથા એની આરપાર જોઈ શકે એવાની પાસે ભારે ન્યાય કરાવે છે ? જે માત્ર બહારથી જ જુએ અને એ રીતે જેનારની આગળ જુલમગાર સ્વભાવ, દમામથી ભરેલો જે દેખાવ રજુ કરે છે તેનાથી અંજાઈ જાય એવો બાલિશ સ્વભાવને એ ન હોવો જોઈએ, પરંતુ વિશદ દષ્ટિવાળો હોવો જોઈએ. જેનામાં (આવી રીતે) ન્યાય કરવાની શક્તિ હોય તથા જુલમગારની સાથે (a) જે એક જ જગ્યાએ રહ્યો હોય, તથા જે વખતે તેણે કરુણરસપ્રધાન નાટકના પાત્રનો વેશ પહેર્યો હોય ત્યારે નહિ, પણ સાદા વેશમાં એને જોઈ શકાય એવા વખતે એની દિનચર્ચા જેણે જોઈ હોય, અને એનાં સગાં સંબંધીઓ પ્રત્યેનું તથા વળી જાહેર કટોકટીના મામલા વખતનું પણ એનું વર્તન જેણે જોયું હોય તે માણસ આપણે બધાની સમક્ષ ચૂકાદો આપશે–બીજા માણસેની સરખામણીમાં જુલમગારનાં સુખ અને દુ:ખ કેટલાં હોય છે તે વિશે એ આપણને કહેશે એમ હું માની લઉં તે ?
તેણે કહ્યું. એ દરખાસ્ત પણ બહુ ગ્ય છે.
આપણે પોતે એવા અનુભવી છીએ તથા ન્યાય કરવાની આપણામાં શક્તિ છે, તથા એવો માણસ આપણને ક્યારને મળી ચૂક્યું છે એટલે હું સ્વીકાર કરી શકું ખરે? અને તે આપણું પ્રશ્નોના જવાબ આપનાર પણ કઈ મળી રહેશે.
અચૂક,
(4) વ્યક્તિ તથા રાજ્ય વચ્ચેના સામ્યને ભૂલવું ન જોઈએ એટલું મને યાદ આપવા દે; આને લક્ષમાં રાખીને, તથા વારાફરતી એકબીજા તરફ દષ્ટિ કરીને એમની પ્રત્યેકની શી સ્થિતિ છે. એ મને જરા કહેશે ?
તેણે પૂછ્યું: એટલે?
મેં જવાબ આપોઃ રાજ્યથી શરૂઆત કરીએ, તો જે નગરરાજ્યમાં જુલમગારનું શાસન હોય તે,–તમે શું કહેશે સ્વતંત્ર છે કે પરતંત્ર ?