________________
પરિચછેદ ૧૫
(૬) તેણે કહ્યું એ માગણી વ્યાજબી છે
મેં કહ્યુંઃ સૌથી પહેલાં–જે વસ્તુ સૌથી પહેલાં પાછી આપની પડશે તે આ છે--ધર્મિષ્ઠ તથા અધમ બંનેને સ્વભાવ દેવો ખરેખર જાણતા હોય છે.
કબુલ.
અને આપણે શરૂઆતથી સ્વીકાર કર્યો હતો તે પ્રમાણે, ને બંનેને તેઓ ઓળખતા હોય તો એક દેવોને મિત્ર હોવો જોઈએ અને બીજે દુશ્મન હોવો જોઈએ, ખરું ને ?
ખરુ.
(૬૧૩) અને દેવોના મિત્રને દેવ પાસેથી તમામ સારામાં સારી વસ્તુઓ મળે એમ માનવું જોઈશે, સિવાય કે માત્ર અગાઉનાં પાપોનાં આવશ્યક પરિણામ રૂપે અમુક અનિષ્ટ એને મળતું હોય !
અવશ્ય.
ત્યારે ધર્મિષ્ઠ માણસ વિશેને આપણે ખયાલ એવો હશે કે એ જ્યારે ગરીબાઈ, માંદગી કે બીજા કોઈ પણ દુર્ભાગ્યથી પીડાતા હોય, ત્યારે પણ જીવતાં કે મુઆ પછી તમામ વસ્તુઓ એના ભલામાં જ પરિણમશે; કારણ કે સદગુણના આચરણ દ્વારા મનુષ્યથી જેટલે અંશે ઈશ્વરી સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય તેટલે અંશે ઈશ્વરના જેવા થવાની (૪) તથા ધર્મિષ્ઠ થવાની જે કોઈની ઈચ્છા હોય, તેની દેવે સંભાળ રાખે છે, કેમ નહિ ? તે તેણે કહ્યું: હા, જે એ ઈશ્વરના જે હોય તો ઈશ્વર અચૂક એના પ્રત્યે બેદરકાર ન જ રહે.
અને અધમી વિશે આપણે શું આથી ઉલટું માનવું ન જોઈએ? જરૂર.
ત્યારે ધર્મિષ્ઠ લેકેને દેવો જે મહાન વિજય અપાવે છે તે આવે છે, ખરું ?
મારી એ ખાત્રી છે.