________________
૬૧૭
૫૧
અને મનુષ્ય પાસેથી એમને શું મળે છે? વસ્તુતઃ જેવી પરિસ્થિતિ છે તેના પ્રત્યે નજર કરે, અને તમે જોશો કે જે શરતમાં ઉતરનારાએ શરત શરૂ કરવાના સ્થાનથી તે અમુક સકેત સ્થાન સુધી સારી રીતે દોડે છે, પરંતુ જે ત્યાંથી પાછાં વળતાં ઢીલા પડે છે તેના જેવા બુદ્ધિશાળી અધમ છે; તેઓ બહુ ઝડપથી (૪) જાય છે, પરંતુ છેવટે તેઓ મુકટ વગરના અને પોતાના કાન ખભા ઉપર લબડતા રાખીને કેઈનું પણ ધ્યાન ન ખેંચાય એવી રીતે આવતા હોય છે અને ત્યારે તેઓ તદ્દન મૂર્ખ દેખાય છે; પરંતુ જે ખરે દેડનાર છે તે પહેલે આવે છે, ઈનામ મેળવે છે અને એના માથા પર તાજ મૂકાય છે; અને ધર્મિષ્ઠ લેકેની બાબતમાં આમ બને છે; જે કાઈ પોતાની આખી જીંદગીના પ્રસંગમાં તથા પ્રત્યેક કાર્યમાં ઠેઠ સુધી પાર ઉતરે છે, તેના નામ ઉપર સારે શેર મારવામાં આવે છે, અને મનુષ્યોને જે કંઈ ઈનામ આપવાનું હોય છે તે એ ઉપાડી જાય છે.
ખરું.
અને હવે અધર્મી પરંતુ ભાગ્યશાળી હોય એવા લેકે ઉપર તમે જે આશીર્વાદ વરસાવતા હતા, તે ધર્મિષ્ઠને આપવાની તમારે મને રજા (૩) આપવી પડશે. તમે જે બીજાઓને વિશે કહેતા હતા, તે હું તેમને વિશે કહીશ, કે એમને જે પરવા હોય તો તેઓ વૃદ્ધ થશે તેમ તેમ તેમના પોતાના જ નગરરાજ્યમાં તેઓ શાસનકર્તા થશે; તેઓ પિતાની ઈચ્છાનુસાર લગ્ન કરી શકશે અને પોતાની મરજી પ્રમાણે બીજાનાં લગ્ન કરાવી શકશે; બીજાઓ માટે તમે જે કંઈ કહ્યું હતું તે બધું જ હું આમને વિશે કહીશ, અને બીજી તરફ અધર્મ વિશે એમ કહીશ કે તેમાંના ઘણુઓ યુવાવસ્થામાં છટકી જવા પામે છે તોપણ છેવટે તેઓ પકડાઈ જાય છે તથા એમના પંથને અંતે તેઓ મૂખ દેખાય છે, અને દુઃખી તથા વૃદ્ધ થયા પછી પુરવાસીઓ અને પરદેશીઓ એકસરખા તેમનાં અપમાન કરે છે;