________________
૬૧૬
પછી છઠ્ઠી બીજે નંબરે આવે છે, છઠ્ઠી પછી ચોથી; ત્યાર પછી આઠમી આવે છે; સાતમી પાચમાં નંબરે છે; પાંચમી છઠ્ઠી, ત્રીજી સાતમે. બીજી છેલ્લી અને આઠમ નંબરે આવે છે. સૌથી મોટીમાં છાંટણાં (અથવા સ્થિર તારાઓ] છાંટેલાં છે, અને સાતમી [અથવા સૂર્ય] સૌથી વધારે (૬૭) તેજસ્વી છે; આઠમી [કે ચંદ્ર] સાતમીના પરાવર્તિત પ્રકાશથી રંગાયેલી છે; બીજી અને પાંચમી [ શનિ અને બુધન રંગે એકબીજાને મળતા છે, અને અગાઉ જે ગઈ તેના કરતાં વધારે પીળાશ પડતા છે; ત્રીજી [શુક્ર]નું તેજ સૌથી વધારે શુભ્ર છે; ચેથી[મંગળ] લાલાશ પડતી છે; છઠ્ઠી [ગુરુ શુભ્રતામાં બીજે નંબરે. આવે છે. હવે આખી ધરીની ગતિ એક જ છે; પરંતુ આખું ચક્ર એક દિશામાં ફરે છે, તેથી અંદરનાં સાત ચક્રો વિરુદ્ધ દિશામાં ફરે છે, અને આમાં આઠમાની ગતિ સૌથી વેગવાળી છે; પછી સાતમી, છઠ્ઠી અને પાંચમી જે એક સાથે ફરે છે, તેમની ગતિ બીજે નંબરે (૨) આવે છે; વક્ર ગતિના નિયમ પ્રમાણે ચોથાની ગતિ ત્રીજે નંબરે આવે છે, ત્રીજા નંબર ચોથો છે અને બીજાને પાંચમે છે. ધરી નિયતિના પગ ઉપર રહીને ફરે છે. અને દરેક ચક્રની ઉપરની બાજુએ એક એક કિન્નર બેઠેલે હોય છે, અને ચક્રની સાથે ફરતાં ફરતાં એ એક સૂર કે સ્વર ગાયા કરે છે. આઠેય સ્વરમાંથી સંગીત ઉત્પન્ન થાય છે; અને આજુબાજુ સરખા સરખા (#) અંતરે ત્રણ જણની એક બીજી ટોળી બેઠી હોય છે; આ તે (દેવી) નિયતિની પુત્રીઓ વિધિની દેવીઓ છે, જેમણે સફેદ ઝભ્યાઓ પહેર્યા છે, અને એમના માથે માળાઓ છે—લેકેસિસ અને કલેછે અને એટ્રોસ, ત્રણે કિન્નરેના ગાન સાથે પોતાના સૂર ભેળવે છે–લેકેસિસ ભૂતકાળનું, કલેધો વર્તમાનનું અને એટ્રોપોસ ભાવિનું ગાન ગાય છે; થેડી થોડી વારે કલે પોતાના જમણે હાથના સ્પર્શથી ધરી કે બિંબના બહારના ચક્રની ગતિને મદદ કરે છે, અને એટ્રોપોસ પોતાના ડાબા હાથ
+ ગ્રહની વક્ર ગતિ?