________________
૬૧૮
પપલ પશુઓની તથા દરેક જાતની જીંદગીઓ ત્યાં હતી. અને એમાં જુલમે હતા, જેમાંના કેટલાએક જુલમે જુલમગારના જીવન પર્યત ચાલુ રહે તેવા હતા અને બીજા કેટલાક અધવચથી જ પડી ભાંગતાં અને તેમને અંતે ગરીબાઈ,દેશવટ અને ભીખ માગવાનું આવતું અને ત્યાં પ્રખ્યાત માણસોનાં જીવન હતાં, જેમાંનાં કેટલાંએક હરીફાઈની રમતમાં બળ તથા છતને માટે, તેમજ તેમની આકૃતિ તથા સૌંદર્યને માટે, અથવા (વ) વળી પોતાના બાપદાદાઓના ગુણો તથા પોતાનાં કુળને માટે સુવિખ્યાત હતાં; તથા કેટલાએક એના વિરોધી ગુણોને લીધે સુવિખ્યાતને બદલે એથી ઉલટાં જ હતાં. સ્ત્રીઓના જીવન વિશે પણ આવું જ હતું, જો કે તેમાં કશી ખાસ વિશિષ્ટતા નહોતી કારણ કે નવું જીવન પસંદ કરતી વખતે આત્માને પોતાનું સ્વરૂપ બદલવું પડતું. પરંતુ ત્યાં બીજા દરેકે દરેક ગુણે હતા, અને તેઓ એકબીજાની સાથે જ નહિ પણ ધન તથા ગરીબાઈ અને રોગ તથા આરોગ્યનાં તો સાથે મિશ્ર થયેલા હતા, અને મધ્યમ પરિસ્થિતિઓ પણ ત્યાં હતી અને મારા પ્રિય ગ્લાઉઝોન, આપણી માનુષી પરિસ્થિતિનું સૌથી મેટું સંટ આમાં જ રહેલું છે અને તેથી વધારેમાં વધારે સંભાળ રાખવાની છે. (૧) જો કદાચને એ પોતે શીખી શકે, તથા બીજા કોઈ એવાને શોધી કાઢે કે જે એને ઈષ્ટ અને અનિષ્ટ વચ્ચે વિવેક વાપરવાની અને એ રીતે, પોતાને તક મળે તે અનુસાર દરેક જગ્યાએ અને હરહંમેશ, ઉચ્ચતર જીવન પસંદ કરવાની અને જાણવાની શક્તિ કેળવી શકે એવો બનાવે, તો આપણામાંના દરેકે બીજા તમામ પ્રકારનું જ્ઞાન છેડી દેવાનું છે, અને માત્ર એ એક જ વસ્તુને શોધવાની છે અને તેને જ અનુસરવાનું છે. આપણે જે તમામ વસ્તુઓને છુટી છુટી તથા એકીસાથે ગણવી ગયા છીએ તે બધીને સગુણ સાથે શો સંબંધ છે તેને તેણે વિચાર કરવો જોઈએ; અમુક આત્મામાં ગરીબાઈ કે સંપત્તિની સાથે જ્યારે સંદર્ય મળે છે ત્યારે તેની શી અસર થાય છે તે તથા
છે એટલે કે વેટેના મત પ્રમાણે આત્મામાં જાતિભેદ નથી,