________________
પરિચછેદ ૧૦ વડે અંદરનાં ચકોને અડીને નિયમન કરે છે, (૬) અને લેકેસિસ પહેલાં એક હાથે અને પછી બીજે હાથે બંનેને વારાફરતી ફેરવે છે. - જ્યારે એર અને આત્માઓ ત્યાં આવ્યા, ત્યારે તેમની પહેલી ફરજ કેસિસ પાસે જવાની હતી. પરંતુ સૌથી પહેલાં તે કઈ પયંગબરે આવીને એમને વ્યવસ્થાસર ગોઠવ્યા, અને લેકેસિસના ખોળામાંથી જાતજાતની જીદંગીઓની ચિઠ્ઠીઓx તેણે લીધી અને ઊંચી વ્યાસપીઠ ઉપર ચડીને એ નીચે પ્રમાણે બેલ્યો; “નિયતિની પુત્રી, લેકેસિસના શબ્દો સાંભળો. મર્ય આત્માઓ, જીવન અને મૃત્યુનું નવું ચક્ર જુએ. અમે તમને તમારી “પ્રકૃતિ+નહિ આપીએ, પરંતુ તમે () તમારી પ્રકૃતિ’ પસંદ કરે; અને જે સૌથી પહેલી ચિઠ્ઠી લેતે હોય તે ભલે સૌથી પહેલી પસંદગી કરે અને જે પ્રકારનું જીવન એ પસંદ કરશે, તે એનું ભાગ્ય ગણાશે. સદ્ગણ પસંદ કરો કે કેમ તે માણસની ઈચ્છાની વાત છે. અને માણસ જેટલે અંશે સદગુણનું ભાન કે અવમાન કરતો હશે તેટલે અંશે તેને વધતો કે ઓછો એ મળી રહેશે; જવાબદારી પસંદ કરનારની છે–પછી ઈશ્વરને વાંક કાઢવાને નથી.” આમ બેલી રહ્યા બાદ દુભાષિયાએ બેપરવાઈથી એમના બધાની વચ્ચે ચિઠ્ઠીઓ વેરી, અને પિતા પાસે જે ચિઠ્ઠી પડી તે એમાંના દરેકે ઉપાડી. એર સિવાયના બધાઓએ— [એને લેવા દીધી નહોતી અને દરેક ચિઠ્ઠી લેતાંની સાથે પિતાને
જે આંક મળ્યો હતો તે (૬૧૮) સૌએ જોયો. ત્યાર પછી દુભાષિયાએ તેમની આગળ જમીન ઉપર છંદગીના નમૂનાઓ મૂક્યા; અને જેટલા આત્માઓ ત્યાં હાજર હતા એના કરતાં તો જીંદગીની સંખ્યા ઘણી મોટી હતી અને તમામ પ્રકારનાં જીવન ત્યાં હતાં. જાતજાતનાં
x સરખાવો “ફીસ”-ફીસમાં દર ૧૦૦૦ વર્ષે ચિઠ્ઠીઓ વહેચવામાં આવે છે એમ કહ્યું છે,
+ “Your ‘genius' will not be allot:ed to you, but you will choose your genius.”