Book Title: Plateonu adarsh nagar
Author(s): Pranjivan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 665
________________ ૫૬૦ પરિચ્છેદ ૧૦ () કુળવાન અને હલકા જન્મનાં, ખાનગી કે જાહેર જીવનનાં, બળ તથા નબળાઈનાં, હોંશિયારી કે બેવકૂફાઈન અને આત્માની તમામ સ્વાભાવિક કે પોતે મેળવેલી શક્તિઓનાં તથા તેઓ ભેગાં મળે ત્યારે તેમની ક્રિયાનાં સારાં અને માઠાં પરિણામે કેવાં આવે તે બધું તેણે જાણવું જોઈએ; પછી એ આત્માના સ્વરૂપ તરફ નજર કરશે, અને આ બધા ગુણોને વિચાર કરીને શું વધારે સારું છે, અને શું વધારે ખરાબ છે તેને નિર્ણય કરવા એ શક્તિમાન થશે અને એ રીતે જે પ્રકારની જીંદગીથી આત્મા વધારે અધમ થતું હોય તેને (૬) અનિષ્ટનું તથા જે જાતના જીવનથી આત્મા વધારે ધર્મિષ્ટ થતો હોય તેને ઇષ્ટનું નામ આપીને એ પોતે પસંદગી કરશે; બીજા કશાને એ ગણકારશે નહિ કારણ કે આપણે જોયું છે અને જાણીએ છીએ કે જીવતાં તથા મૃત્યુ પછી બન્ને દૃષ્ટિએ આ (૬૧૯) પસંદગી જ ઉત્તમ છે. સત્ય અને સચ્ચાઈમાંની અચલ શ્રદ્ધા માણસે નીચેની દુનિયામાં પિતાની સાથે લઈ જવી જ જોઈએ, કે જેથી ત્યાં પણ ધનલભ તથા અનિષ્ટની બીજી લાલચેથી એ અંજાઈ ન જાય અથવા રખેને જુલમ અને એના જેવી બીજી દુષ્ટતાઓના સંબંધમાં આવીને, જેને કદી કશો ઉપાય ન થઈ શકે તેવું બીજાઓનું ભૂંડું એ ન કરે તથા તે ઉપરાંત પિતાની જાતનું એથી પણ વધારે ભૂંડું ન કરી બેસે; પરંતુ માત્ર આ જીવનમાં નહિ પણ ભાવિમાં જે કંઈ આવવાનું છે તે તમામમાં શક્ય હોય તેટલે અંશે બંને બાજુએ હદ પાર ન જતાં મધ્યમ માર્ગ કેવી રીતે પસંદ કરવો એ તેણે શીખવું જોઈશે, () કારણે સુખને માર્ગ આ છે.* અને બીજી દુનિયામાંથી આવેલા દૂતની ખબર અનુસાર, તે * સરખા એરિસ્ટોટલનો મધ્યમ માર્ગ–The Doctrine of ‘Mesotesi'-Virtue as a mean between two extremes : We cannot compare it with the Middle Patb of Buddbism Aristotle's concept was ethical, the other a Spiritual principle.

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670