________________
પપપ
હતા, અને એણે પિતાના વૃદ્ધ પિતાનું અને મોટા (૪) ભાઈનું ખૂન કર્યું હતું, અને એવા કેટલાયે દુષ્ટ ગુહાએ એણે કર્યા હતા એમ કહેવાય છે. ] પેલા બીજા આત્માએ એને નીચે પ્રમાણે જવાબ આપેઃ
તે અહીં કદી આવતો નથી અને આવશે પણ નહિ. અને,' તેણે કહ્યું, “અમે પોતે જે ભયંકર દૃશ્યો જેમાં તેમાંનું એક આ હતું. અમે ગુફાના મેં આગળ હતા અને અમારે જે કંઈ ભેગવવાનું હતું કે અમે ભેગવી લીધું હતું તેથી અમે ફરી ઉપર ચડવા જતા હતા, ત્યાં આડયસ તથા બીજા કેટલાએક જેમાંના ઘણુંખરા જુલમગાર હતા, તે બધા એકાએક દેખાયા, અને જુલમગારો સિવાય જેમણે ખાનગી (૬) જીવનમાં મહાપાપ ર્યા હતાં તેવી વ્યક્તિઓ પણ ત્યાં હતી. તેઓના મનમાં એમ હતું કે તેઓ હમણાં ઉપરની દુનિયામાં પાછા આવશે પરંતુ જ્યારે જ્યારે [ કદી શુદ્ધ ન થઈ શકે એવા ] આ અસાધ્ય પાપીઓમાંને કોઈ–કે જેની શિક્ષા હજી પૂરી ભગવાઈ રહી નહોતી તે -ઉપર ચડવા જતો, ત્યારે (ગુફાનું) મેં તેમને દાખલ થવા ન દેતાં ગર્જના કરતું; અને પછી પાસે ઊભેલા બળબળતા દેખાવના જે જંગલી માણસો (૬૧૬) એ અવાજ સાંભળતા તેઓ તમને પાછા ઘસડી જતા. અને તેઓએ આડેયસ તથા બીજાઓને હાથે પગે અને માથે બાંધ્યા, અને તેમને નીચે ફેંકી દીધા અને ચાબખાથી તેમને ફટકાવ્યા, તથા તેમને રસ્તાની બાજુએ લઈ ગયા, અને ત્યાં ઊનને કાંતે તેમ તેમને કાંટાથી કાંત્યા, તથા તેમનાં કુકર્મો કયાં કયાં હતાં તે રસ્તે જનારાઓને તેમણે જાહેર કર્યા અને કહ્યું કે નર્કમાં નાખવા તેમને લઈ જવામાં આવતા હતા. અને (પાછાં ફરતી વખતે) રખેને તેઓ પોતે પેલે અવાજ ફરીથી સાંભળે, એ બીકે તેમાંના દરેકને જે ત્રાસ થયો હતો, તેના જેવું દુઃખ તે જે ઘણાંય દુઃખો તેમણે સહન કર્યા હતાં તેમાંનું એકેય નહોતું; પરંતુ બધું શાંત હતું તેથી તેઓ એક પછી એક અધિક આનંદમાં ઉપર ચડવા લાગ્યા. એણે કહ્યું કે આવાં તે શિક્ષા અને શુદ્ધિ હતાં અને લાભે પણ આના જેટલા જ મોટા હતા.