________________
પચ્છેદ ૧૦
વાર્તા કરવા માંડયા—જે આત્માએ સ્વર્ગમાંથી આવતા હતા તેએ નીચેની વસ્તુઓ વિશે અને જે પૃથ્વીમાંથી આવતા હતા તે ઉપર (સ્વ'માં) શી શી વસ્તુએ છે તે બાબત જિજ્ઞાસાથી પૂછ્યા હતા. અને (૬૧૫) જે નીચેથી આવતા હતા તેઓને પૃથ્વીની નીચેની મુસાફરી દરમિયાન [ હવે એ મુસાફરી એક હજાર વર્ષોં પ ત પહેાંચી હતી] . જે જે જોવું પડયું અને સહન કરવું પડયું તે બધું યાદ આવતાં રાતાં અને કકળતાં, રસ્તે જે કંઈ બન્યું હતું તે તેમણે એકબીજાને કહ્યું; જ્યારે જેએ ઉપરથી આવતા હતા તે સ્વય આનંદ તથા અકલ્પ્ય સૌન્દ્રનાં દૃશ્યાનું વર્ણન કરતા હતા. ગ્લાકોન, વાત કહેવા બેસીએ તે બહુ જ વખત લાગે એમ છે: પણ સારાંશ આ પ્રમાણે હતેાઃ– તેણે એમ કહ્યું કે બીજા કેાઈનું એમણે જે કઈ અનિષ્ટ કર્યુ” હતું તે બદલ તેમને દસગણું સહન કરવું પડ્યુંઃ અથવા સો વર્ષામાં એક વાર——માણસની જીંદગીની લંબાઈની ગણતરી એ (૩) પ્રમાણેની હતી—તથા આ રીતે એક હજાર વર્ષામાં દસગણી સજા ભાગવવી પડતી. દાખલા તરીકે જે કાઈ માણુસ બીજા ઘણાંનાં મૃત્યુનું કારણ બન્યા હોય, અથવા નગરરાજ્યો કે લશ્કરોને વિશ્વાસધાત કર્યા હોય કે એમને ગુલામ બનાવ્યાં હોય, અથવા ખીજા કાઈ દુષ્ટ આચરણના ગુને કર્યાં હોય, તેા તેમના પ્રત્યેક અને બધા જ અપરાધોની રિક્ષા તેમને દસગણી આપવામાં આવતી હતી, અને પવિત્રતા તથા ધમ તથા ઉદારતાના બલો પણ એ જ પ્રમાણમાં અપાતા. (૬) જન્મીને તરત મરી ગયાં હોય એવાં નાનાં બાળકા વિશે એણે શુ કહ્યુ તે મારે ભાગ્યે જ કહેવાની જરૂર છે. માબાપ તથા દેવા પ્રત્યેના માન અપમાનની અને ખૂનીની બીજી કેટલીય મોટી 'શક્ષાઓ હતી જેનું એણે વર્ણન પૂછ્યું. એણે કહ્યું કે: ‘મહાન આર્ડાયસ કયાં છે' એમ જ્યારે એક આત્માએ બીજાને પૂછ્યું ત્યારે એર પોતે ત્યાં હાજર હતા [હવે આ આર્ડાયસ એરના પૂર્વે એક હજાર વર્ષો પહેલાં થઈ ગયા; પેમ્ફીલિયાના કાઈ નગરરાજ્યના એ જુલમગાર
૫૪