________________
પપર
પરિચ્છેદ ૧૦
એમના પર ભાર (૪) પડે છે, અને ત્યાર પછી એવી વસ્તુઓ બને છે કે જેને વિશે આપણે ખરા અર્થમાં એમ જ કહી શકીએ કે એ સભ્ય પુરુષને સાંભળવા લાયક નથી; તમે કહેતા હતા તેમ એમને રિબાવવામાં આવશે અને એમની આંખો બાળીને કાઢી નાંખશે. અને (આટલાથી) તમે માની લેજે કે ત્રાસની તમારી કથાને બાકીને ભાગ પૂરો થઈ ગયો છે; પરંતુ એ ભાગ ફરીથી બોલી ગયા વગર, આ વસ્તુઓ ખરી છે એટલે સ્વીકાર શું નહિ કરવા દે?
તેણે કહ્યું: અવશ્ય, તમે કહો છો તે ખર છે.
(૬૧૪) ત્યારે ધર્મ પોતે જે બીજી સારી વસ્તુઓ આપે છે તે ઉપરાંત ધર્મિષ્ઠ લેકેના ઉપર આ જીવનમાં દેવ તથા મનુષ્ય જે ઈનામે તથા પારિતોષિકે તથા ભેટો વરસાવે છે તે આ છે.
તેણે કહ્યું: હા, અને તે બધાં સુન્દર અને ચિરકાળ ટકે એવાં છે.
મેં કહ્યું અને છતાં મૃત્યુ પછી ધર્મિષ્ઠ તથા અધમી બંનેને જે બીજાં ફળ મળવાનાં છે તેમની સરખામણીમાં સંખ્યાની કે મહત્તાની દષ્ટિએ આ તો કશા વિસાતમાં નથી, અને તમારે એ સાંભળવા જોઈએ, અને પછી જ ધાર્મિક અને અધમ બંનેનું લહેણું જે દલીલ પાસે નીકળે છે, તે આપણે પૂરેપૂરું ભરપાઈ કરી શકીશું *
| (a) તેણે કહ્યું આગળ બોલે, આનાથી બીજું સાંભળવાનું મને ભાગ્યે જ વધારે ગમશે.
મેં કહ્યું. વારુ, હું તમને એક વાર્તા કહીશ; આલ્સિનસ નામના નાયકને એડિશિયસ જે વાર્તાઓ કહે છે તેમાંની આ નથી. છતાં જન્મે પેમ્ફીલિયર એવા આર્મેનિયસના પુત્ર એર નામના નાયકની આ પણ એક કથા છે. લડાઈમાં એ માર્યો ગયો અને દસ દિવસ પછી, જ્યારે ભરેલાંઓનાં મુડદાં ક્યારનાં સડવા માંડયાં હતાં ત્યારે પણ એના શરીરમાં સડો પેઠો નહોતો; અને એની દફનક્રિયા કરવા એને ઘેર લઈ જવામાં આવ્યું. અને બારમે દિવસે એ જેવો ચિતા ઉપર
* મુદ્દો: ૧૦