________________
૩૧૪
૫૫૩
પડયેા હતા તેવા એનામાં જીવ આવ્યા અને બીજી દુનિયામાં એણે જે જે જોયું હતું તેની એમને વાત કરી. તેણે કહ્યુ કે શરીર છોડવા પછી એનેા આત્મા બીજા ઘણાએની સાથે દૂર દૂર ગયા, અને (૪) તે એવી ગેબી જગ્યાએ આવ્યા કે જ્યાં પૃથ્વીમાં બે કાણાં હતાં; કાણાં એક બીજાની પાસે પાસે હતાં, અને તેમની સામે ઉપર સ્વર્ગોમાં એ કાણાં હતાં. વચ્ચે રહેલી જગ્યામાં ધર્માધ્યક્ષા બેઠા હતા, અને બિષ્ટ લોકોને ચૂકાદો કર્યા પછી તથા એમની છાતી ઉપર એમને ચૂકાદો બાંધી દીધા બાદ તેઓએ ધર્મિષ્ઠ લેાકાને જમણી બાજુના સ્વગે જવાના રસ્તે ચડવાના હુકમ કર્યાં; અને તેવી રીતે તેઓએ અધી એને ડાબી તરફના નીચેના રસ્તે ઉતરવા ફરમાવ્યું; આ લેાકેાની ઉપર પણ પોતાનાં મૃત્યાનાં પ્રતીકેા હતાં, પરંતુ એ તેમની પીઠ પાછળ લગાડેલાં હતાં. એ તેમની પાસે (૩) ગયા, એટલે તેમણે એને કહ્યું કે બીજી દુનિયાના અહેવાલ મનુષ્યો પાસે લઈ જનાર દૂત તરીકે એણે કામ કરવાનું હતું, અને એ જગ્યાએ જે કંઈ સાંભળવાનું કે જોવાનું હતું, તે સાંભળવાનું તથા જોવાનું એને ફરમાવવામાં આવ્યું. પછી એણે નજર કરી અને જોયું તે એક બાજુ જે આત્માના ચૂકાદો અપાઈ ગયા હતા તેએ સ્વર્ગ અને પૃથ્વીનાં બંને તરફનાં દ્વારમાં થઈને પસાર થતા હતા; તથા બીજી તરફનાં દ્વારમાંથી કેટલાએક બીજા આત્માએ મુસાફરીથી તદ્દન થાકેલા અને ધૂળધૂળ થયેલા પૃથ્વીમાંથી ઉપર આવતા હતા, અને બીજા કેટલાએક સ્વચ્છ અને તેજસ્વી આત્માએ સ્વર્ગમાંથી નીચે ઉતરતા હતા. (૬) અને ધીમે ધીમે તેએ નજીક આવતા હતા તેમ જાણે કાઈ લાંબી મુસાફીએથી તેએ આવતા ન હાય એવા તે દેખાતા હતા, અને (આવીને) તેએ પ્રસન્ન થતા થતા લીલા ઘાસના મેદાનમાં ગયા, તથા ઉત્સવ હોય તે રીતે એમણે ત્યાં પડાવ નાંખ્યા. અને જેએ એક બીજાને ઓળખતા હતા તેએ એકમેકને ભેટ્યા અને
* સરખાવેા ગૌર્જ ચસ-૫૨૪