________________
ક્રેટ
પરિચ્છેદ ૧૦
(૪) વિવેક પ્રત્યેના એના પ્રેમ તરફ કાની માફ્ક એ વર્તે છે તથા અમર અને શાશ્વત તથા ઈશ્વરી તત્ત્વા સાથેના એના સંબંધને લીધે એ કેાની સેાબત શોધે છે તથા કાની કાતી સાથે એ વાર્તાલાપ કરે છે તે તરફ આપણે નજર કરીશું: એ પણ—કે જો માત્ર આ ઉચ્ચતર તત્ત્વનું એ અનુસરણ કરે અને અત્યારે જેવમળમાં એ પડી ગયેા છે તેમાંથી ઈશ્વરી પ્રેરણાથી એ મુક્ત થાય તથા પેાતે જે પાર્થિવ વસ્તુઓ ઉપર નિભાવ (૬૧૨) કરે છે અને જેને આ ક્ષુદ્ર જીવનની ઋષ્ટ વસ્તુએ ગણવામાં આવે છે, તે બધી એના ઉપર ઉગી નીકળી છે તે કારણે આત્મામાં પથરા અને છીપલી તથા પાર્થિવ વસ્તુઓ અને ખડક —જે બધુ અનેક રીતે જંગલની માફક ફૂટી નીકળ્યું છે તેમાંથી એ મુક્ત થાય, તેા આત્મા અત્યારે જેવા છે તેનાથી કેટલા ભિન્ન થઈ રહે છે—(અને)—એ જેવા છે તેવા તમે એને ત્યારે જોઈ શકશો; અને એનું માત્ર એક જ સ્વરૂપ છે કે પછી એ બહુરૂપી છે, અથવા એને સ્વભાવ શો છે એ પણ તમે જાણી શકશો. આ અત્યારના જીવનમાં નજરે પડતાં આત્માનાં રૂપા કે મિથ્યા વન સંબંધી આપણે હું ધારું છું અત્યાર સુધીમાં પૂરતું કહ્યું છે.
તેણે જવાબ આપ્યા: ખરું.
મેં કહ્યું: અને આ રીતે દલીલની શરતે આપણે પૂરી કરી છે; (૩) તમારા કહેવા પ્રમાણે ધર્મની જે કીતિ અને બક્ષિસ હોમર તથા સિયર્ડમાં મળી આવે છે, તે આપણે દાખલ કર્યાં નથી; પરંતુ આત્માના પેાતાના સ્વભાવની દૃષ્ટિએ ધ એના પેાતાના સ્વરૂપની રૂપે શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. પાતાની પાસે ગાઈ જિઝની વીંટી હોય કે ન હોય, અને ગાઈ જિઝની વીંટી ઉપરાંત માણસ ભલે ટુડિઝના ટાપ પણ પહેરે, પરંતુ જે ધર્મો છે તે જ માણસ ભલે આચરે.
સાવ સાચું.
* મુદ્દા : ધર્મ અને સુખ, શ્રેય અને પ્રેય.