________________
૧૪૬
પરિછેદ ૧૦ થતો હોય, તે અધર્મ એને એટલે બધા ભયંકર નહિ લાગે, કારણ તે એ અનિષ્ટમાંથી સર્વદા છૂટશે. પરંતુ મને સંદેહ (૬) છે કે સત્ય એનાથી ઉલટું જ છે, અને તે એ કે અધર્મ પાસે સત્તા હોય, તે જે (અધર્મ) બીજાઓને મારી નાંખે છે તે ખૂનીને જીવતો રહેવા દેશે– અરે, અને અને ઠીક ઠીક જાગ્રત પણ રાખશે; અધર્મનું નિવાસસ્થાન મૃત્યુના ઘરથી ક્યાંય દૂર હોય છે.
મેં કહ્યું? ખરું, જે આત્માનાં આંતરિક સ્વભાવગત દુગુણ કે અનિષ્ટ એને મારી નાંખવાને કે એનો નાશ કરવાને શક્તિમાન નથી, તે બીજી કોઈ વસ્તુને નાશ કરવા જે જાયું હતું તેને નાશ ન કરતાં ભાગ્યે જ આત્મા કે બીજી કોઈ વસ્તુને એ નાશ કરશે.
હા, એ ભાગ્યે જ બની શકે.
પરંતુ જે આત્માને આંતરિક કે બાવા અનિષ્ટ વડે નાશ થઈ (૬૧૧) શકતું નથી તે ચિરંજીવ હોવો જોઈએ અને જે એ ચિરંજીવ હોય તે અમર હોવો જોઈએ, નહિં ?
અવશ્ય. ' કહ્યું અનુમાન એ આવે છે, અને જે અનુમાન ખરું હોય, તે પછી આત્માઓ હરહંમેશ એટલા ને એટલા જ હોવા જોઈએ, કારણ જે એકે ય આત્માને નાશ ન થતો હોય, તે એમની સંખ્યા વધશે પણ નહિ; કારણુ (નહિ તો) અમર તોને વધારે કોઈને કોઈ મર્ય વસ્તુમાંથી કરવામાં આવશે, પણ આ રીતે બધી જ વસ્તુઓ અમરત્વમાં પરિણમશે.
સાવ સાચું.
પરંતુ સાચામાં સાચા સ્વરૂપમાં આત્મા વૈવિધ્યથી, અને ભેદ (૩) તથા વૈષમ્યથી ભરેલો છે એ જેમ આપણે માની શક્તા નથી, તેમ આપણે આ પણ નહિ માની શકીએ–બુદ્ધિ આપણને હા નહિ પાડે. કે તેણે કહ્યું: તમે શું કહેવા માગે છે ?
મેં કહ્યું હમણાં જ સિદ્ધ થયું છે તે પ્રમાણે આત્મા અમર છે