________________
પરિછેદ ૧બધી વસ્તુઓને ઉલ્લેખ (૩) કરતા હતા તે બધી પોતામાં રહેલા અને પિતાને વળગેલા અને–એ–રીતે–પેતાને-નાશ કરી શકે તેવા પોતાના જ સડાને લીધે નાશ પામે છે આ ખરું છે ને ?
આ રીતે આત્માને વિચાર કરે. આત્મામાં જે અધર્મ કે બીજું અનિષ્ટ વસતું હોય છે તે એને ઘસી નાંખીને શું એને ક્ષય કરે છે? આત્મામાં રહીને તથા એને વળગીને છેવટે તે શું મારી નાખે છે અને એ રીતે શરીરથી શું એને જુદા પાડે છે ? *
અવશ્ય નહિ.
મેં કહ્યું અને છતાં, પોતાના જ સડાને લીધે જેનો નાશ થતો નથી તેવી કોઈ વસ્તુને બાહ્ય અનિષ્ટ વળગે તો તેને નાશ થાય એમ માનવું શું અયોગ્ય નથી ?
તેણે જવાબ આપ્યો: અયોગ્ય છે.
(૨) મેં કહ્યુંઃ ગ્લાઉન, ખયાલ કરે કે વાશી, સડેલાં કે એવી કઈ બીજી ખરાબ જાતના અન્નમાં રહેલું અનિષ્ટ પણ જ્યાં સુધી માત્ર ખોરાકમાં જ રહે છે ત્યાં સુધી શરીરને નાશ કરે એમ મનાતું નથી; અને જે અન્નમાં રહેલું અનિટ શરીરમાં સડે ફેલાવે (૬૧૦) તો આપણે એમ કહેવું જોઈએ કે અન્નને લીધે થયેલા રેગરૂપી શરીરના પિતાના જ સડાને લઈને એને નાશ થયે છે; પરતુ બરાક જે એક વસ્તુ છે તેના જે અનિષ્ટથી કોઈ જાતને સ્વાભાવિક ચેપ ઉત્પન્ન થતું ન હોય તો તેવા અનિષ્ટથી, શરીર જે એક બીજી વસ્તુ છે તેને નાશ થઈ શકે–આને આપણે સર્વાશે ઈન્કાર કરીશું, ખરું ને?
સાવ સાચું.
અને તે જ સિદ્ધાન્ત અનુસાર, આપણે એમ માનવું ન જોઈએ કે કોઈ બીજી વસ્તુના કશા માત્ર બાહ્ય અનિષ્ટના કારણે આત્મા જે એક વસ્તુ છે તેને ક્ષય થઈ શકે, સિવાય કે કઈ શારીરિક
૪ જુઓ ૫૪૩ પૃષ્ઠની કુટનોટ.