________________
પર
પરિચછેદ ૧૦
- તેણે જવાબ આપેઃ હા.
(૬) જે વસ્તુ સડે પેસાડે છે અને નાશ કરે છે, તે અનિષ્ટ છે, અને જે તત્વનું રક્ષણ કરે છે તથા તેને ઉન્નત કરે છે એ ઇષ્ટ છે, આ માનવામાં તમે મારી સાથે સંમત થશે કે નહિ ?
હા.
અને પ્રત્યેક વસ્તુનું ઈષ્ટ તથા અનિષ્ટ પણ હોય છે એને તમે સ્વીકાર કરે છે, જેમ કે આંખો આવે તે આંખનું અનિષ્ટ છે (૬૦૯) અને આખા શરીરનો એ રેગ છે; જેમ અનાજ પર ફુગ વળી જાય તે અનાજને અને સડો એ લાકડાનો અને કાટ તે લેખંડન તથા ત્રાંબાનો રંગ છે તેમનું પ્રત્યેક વસ્તુમાં કે લગભગ દરેક વસ્તુમાં, એને સહેજ હોય તેવું અનિષ્ટ અને રેગ રહેલાં છે, ખરું ને?
તેણે કહ્યું: હા.
અને હરકેઈ વસ્તુમાં આ અનિષ્ટોમાંનું એકાદ પેસે, તો તે વસ્તુ અનિષ્ટ બની રહે છે, અને છેવટે તદ્દન ક્ષય પામે છે, અને મરી જાય છે?
ખરું.
દરેકમાં જે દુર્ગણ અને અનિષ્ટ સ્વભાવગત રહેલાં છે તેને લઈને એ દરેકનો નાશ થાય છે, અને આનાથી જે એને નાશ ન થતો હોય તે એવું બીજું કશું જ નથી કે જે એને નાશ કરી શકે; કારણ કે જે (ક) ઇષ્ટ છે તે તો અવશ્ય કંઈ નાશ નહિ જ કરે. તેમ વળી જે ઈષ્ટ કે અનિષ્ટ એ બેમાંનું એકેય નથી તે પણ નહિ કરે.
જરૂર નહિ.
ત્યારે આપણને જે એવું કોઈ તત્ત્વ મળી આવે છે જેમાં આ (પ્રકારને) સાહજિક સડે હોવા છતાં એને પૃથભાવ અથવા નાશ ન થત હય, તે આપણે ખાત્રી રાખી શકીએ કે એવા તત્વને નાશ થઈ