________________
૫૪
() અને (દલીલમાં આપણે આટલે સુધી આવ્યા) છતાં જે મોટામાં મોટાં ઈનામે તથા બદલાઓ સદ્ગણુની રાહ જોતાં ખડાં છે એનો બિલકુલ ઉલેખ પણ કર્યો નથી.*
શું આનાથી વધારે મોટાં વળી બીજાં કઈ છે ખરાં ? જે હોય તે તો ક૯પી ન શકાય એટલાં એ મેટાં હેવાં જોઈએ. ' કહ્યું? કેમ (માનવજીવનના) ટૂંકા કાળમાં કશું બહુ મેટું તે શું હેઈ શકે ? અનંત કાળની સરખામણીમાં ત્રણ વીસું અને દશ જેટલો સમય ખચિત બહુ જ ટૂંકે છે ને ?
તેણે જવાબ આપ્યો : એમ કહોને કે “કશું જ નથી.”
અને જે અમર છે તેણે શું આખાને વિચાર છેડી (૬) દઈને આટલા ક્ષુક સમય પર વધારે વિચાર કરવો ઘટે ?
આખાને જરૂર. પણ તમે શા માટે આમ પૂછે છે ?
મેં કહ્યું? તમને ખબર નથી કે માણસને આત્મા અમર અને અવિનાશી છે ?
એ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યો અને બેઃ ના, પરમેશ્વરના સેગનઃ અને આનું પ્રતિપાદન કરવા તમે શું ખરેખર તૈયાર છે?
મેં કહ્યું: હા, મારે તૈયાર રહેવું જ જોઈએ, અને તમારે પણ–આ સાબિત કરવું કંઈ મુશ્કેલ નથી.
હું તો મેટી મુશ્કેલી જોઉં છું, પરંતુ તમે જેને સહેલી ગણે છો એવી દલીલ તમારે મુખે સાંભળવાનું મને મન છે.
ત્યારે સાંભળે. મારું ધ્યાન છે.
એક વસ્તુ એવી છે કે જેને તમે ઇષ્ટ કહે છે, અને બીજી જેને તમે અનિષ્ટ કહે છે, ખરું ને?
* મુદ્દો. ૭. આત્માનું અમરત્વ + જુઓ ઉપર ૪૯૮–; ૫૮૫ વર--.