________________
૫૪૪
૬૦૯ શકે નહિ, કેમ ખરું ને?+
એને ભલે સ્વીકાર થતું. મેં કહ્યું? વારુ, અને આત્માને બગાડતું હોય એવું કોઈ અનિષ્ટ નથી?
તેણે કહ્યું: હા, આપણે હમણાં જ જેને જોતા જોતા પસાર થયા (૪) તે તમામ અનિષ્ટો છેઃ દુરાચાર, અસંયમ, ભીરુતા, અજ્ઞાન
પરંતુ આમાંનું એકેય (અનિષ્ટ) શું એને (આત્માને) ક્ષય કે નાશ કરે છે ?–અને અહીં આપણે એમ માનવાની ભૂલ નહિ. કરીએ કે અધમી અને મૂર્ખ માણસ જ્યારે પકડાઈ જાય છે ત્યારે આત્માના અનિષ્ટ એવા એના પિતાના અધર્મથી એને નાશ થાય છે. શરીરનું ઉદાહરણ લેઃ રોગ શરીરનું અનિષ્ટ છે, જેનાથી શરીર ધોવાઈ ને ઘસાઈ જાય છે તથા એને નાશ થાય છે; અને હમણાં જ આપણે જે
+ શરીર અને આત્મા મૃત્યુ વખતે જુદાં પડે તે પૃથગભાવ અને શરીરના કોઈ રાગ કે અનિષ્ટને લીધે શરીર જોવાઈ જઈને માણસ છેવટે મરી જાય તે શરીરને નાશ. માણસ મરી જાય છે ત્યારે માણસના શરીર અને આત્મા જુદા પડે છે, એમ પ્લેટો માને છે અને આ રીતે જુદાં પડવાનું કારણ તે કઈ શરીરને જ રાગ કે અનિષ્ટ છે એમ પ્લેટો પ્રતિપાદન કરે છે. કારણ દુરાચાર, અસંયમ, ભી કુતા, અજ્ઞાન વગેર આત્માનાં રાગ કે અનિષ્ટ છે, પરંતુ તેને લીધે માણસ મરી જતો નથી એટલે કે શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ તૂટતો નથી. અને તેથી આત્મા અમર છે ! શરીર અને આત્માને પ્લેટો ભિન્ન માને છે. અને એ બે વચ્ચેનો સંબંધ તૂટવાથી શરીરનો નાશ થાય છે, પણ આત્માનો નાશ થતો નથી એમ પ્લેટોનું કહેવું છે. દલીલમાં શરીર અને આત્માનો સંબંધ તૂટ અને આત્માને નાશ થવો–એ બે અર્થો વચ્ચે પ્લેટો ગોટાળે કર છે. શરીરના રાગથી, શરીર–આત્માનો સંબંધ તૂટે છે, તેથી શરીર નાશ પામે છે, પરંતુ આત્માના રાગથી–એટલે કે અધર્મથી-એ સંબંધ તૂટ નથી. તેથી જ્યારે એ સંબંધ તૂટે ત્યારે પણ આત્મા મરે નહિ એમ લેટોનું કહેવું છે. દુરાચારને લીધે માણસ ભલે ન મરી જાય. તેપણું શરીર જીવતાં છતાં, માણસનો આત્મા મરી જાય-એ શક્યતા વિશે પ્લેટોએ વિચાર કર્યો લાગતો નથી. ગ્રીક શબ્દ “Tha'natos’ ના દ્વિઅર્થી ઉપયોગને લઈને આ ગોટાળો થવા પામ્યા છે.