________________
પરિચ્છેદ ૯
અને એની સંખ્યાને ક્રૂરી કરીને ગુણીને, સપાટમાંથી તમે ધન આકૃતિ બનાવા, તેા જુલમગાર અને રાજા વચ્ચે કેટલું વિશાળ અંતર છે એ જોવામાં કશી મુશ્કેલી નહિ નડે.
હા, એ દાખલા ગણિત જાણનાર સહેલાઈથી કરી લેશે. અથવા કાઈ માણસ ખીજે છેડેથી શરૂઆત કરે, અને સુખનાં (૬) સત્યાસત્યની દૃષ્ટિએ, રાજા જુલમગારથી જેટલા દૂર છે તેનું અંતર માપે, તેા ગુણાકાર કરી રહ્યા પછી કે માલુમ પડશે કે એ ૭૨૯ ગણા વધારે સુખી છે, અને એટલે જ દુ:ખી જુલમગાર છે.
૫૪
કેવી અદ્ભુત ગણત્રી ! અને સુખ તથા દુઃખની દૃષ્ટિએ (૫૮૮) ષ્ટિ તથા અધર્મીની વચ્ચે કેટલું મેટું અંતર છે!
મે કહ્યું: છતાં ગણત્રી ખાટી નથી, અને એ સંખ્યાને માનવજીવન સાથે નજીકના સંબંધ છે, જો માનવજીવાને દિવસે અને રાત્રિઓ તથા મહિનાઓ અને વર્ષાં સાથે સંબંધ છે, તેા.
તેણે કહ્યું: હા, માનવજીવનને એની સાથે અવશ્ય સંબંધ છે. ત્યારે દુષ્ટ અને અધીના કરતાં સારા અને ધર્મિષ્ઠ માણસ સુખમાં આટલે બધા ચડિયાતા હોય, તે જીવનની પાત્રતામાં તથા સૌ. અને સદ્ગુણમાં એની મહત્તા અનંત ગણી વધારે હશે, ખરું ને ? માપી ન શકાય એટલી વધારે.
(a) મેં કહ્યું: વારુ, અને હવે દલીલમાં આટલે સુધી આપણે આવ્યા છીએ તે જે શબ્દો આપણને અહીં સુધી ઘસડી લાવ્યા, ત્યાં આપણે પાછા જઈએઃ કાઈ શું એમ નહોતું મેલ્યું કે ધર્મિક હાવાની જેને પ્રતિષ્ઠા મળેલી છે, તેવા સંપૂર્ણ અધર્મીના જે લાભ તે ધમ છે?
હા, એમ ખેલ્યું હતું.
૧. વર્ષીમાં દિવસ અને રાતની જેટલી સંખ્યા છે તેની નજીક લગભગ ૭૨૯ ના આંકડા આવી રહે છે.