________________
પરિચ્છેદ ૯
(૬) અને જે કાયદો સમસ્ત નગરરાજ્યને મિત્ર છે, તેના હેતુ આ છે એમ સ્પષ્ટ દેખાય છે; અને બાળકા ઉપર આપણે જે અધિકાર ચલાવીએ છીએ તેમાં અને રાજ્યના બંધારણમાં રહેલા છે તેના જેવા સિદ્ધાન્ત લેકાએ પેાતાનામાં સ્થાપ્યા ન હોય, ત્યાં સુધી તેમને સ્વતંત્ર થવા દેવાની મનાઈ કરવામાં પણ કાયદાના આ જ હેતુ (૫૯૧) રહેલા દેખાય છે; અને આ ઉચ્ચતર તત્ત્વના વિકાસ દ્વારા તેમના હૃદયમાં આપણા જેવા જ શાસનકર્તા અને પાલકની સ્થાપના થશે અને આ કા સંપૂર્ણ થશે, ત્યાર પછી જ એમને પોતપોતાને માગે જવાની સ્વતંત્રતા આપવામાં આવશે.
૫૧૭
તેણે કહ્યું: હા કાયદાના હેતુ સ્પષ્ટ છે.
ત્યારે કયા દષ્ટિબિંદુથી અને શા આધારે આપણે એમ કહો શકીએ કે જેને લીધે પોતે વધારે દુષ્ટ થાય છે, તે અધમ અથવા અસયમ કે ખીજું હલકટપણું માણસને લાભકારક છે, પછી ભલે પેાતાની દુષ્ટતાથી એ પૈસા કે સત્તા મેળવતા હોય ?
એક પણ દૃષ્ટિબિન્દુથી નહિ.
એના અધર્મીની કાઈને જાણ થાય નહિ, અને એ શિક્ષામાંથી બચી જાય, તેાપણુ એથી એને શા લાભ ? * (ત્ર) જે કાઈ ખચી જવા પામે છે, તે માત્ર વધારે જ દુષ્ટ થાય છે, જ્યારે જે પકડાઈ જાય છે, અને જેને શિક્ષા થાય છે, તેના સ્વભાવને પાશવ શ શાંત થાય છે, અને તેનામાં માનવતા ઉગે છે; એનામાં રહેલું સૌમ્ય તત્ત્વ મુક્ત થાય છે; અને જેટલે અંશે શરીરના કરતાં આત્મા વધારે સત્કારને યેાગ્ય છે, તેટલા પ્રમાણમાં, સૌંદર્યાં બળ તથા આરાગ્યનાં વરદાન મળવાથી શરીર કદી પણ થઈ શકે તેના કરતાં, ધર્મ અને સંયમ, તથા વિવેકની પ્રાપ્તિથી એના આખાય આત્મા વધારે પૂ અને છે, અને ઉદાત્ત થાય છે.
ઃ
* Cf. ' Gorgias' where both the theories of Reformative and Deterent Punishment are explicitly mentioned.