________________
૫૧૨
પરિચ્છેદ ૯
સાવ સાચું.
અને એ જ કારણસર જે માનમરતબાને લઈને (૫૯૨) પિતે વધારે સારે માણસ થશે એમ એને લાગે, તેવાં માન એ ખુશીથી સ્વીકારશે, અને એમાં આનંદ લેશે, પણ જેને લીધે પિતાનું જીવન અવ્યવસ્થિત થવાને સંભવ હોય તેવાં માનનો–પછી એ જાહેર હોય કે ખાનગી–પણ ત્યાગ કરશે ?
ત્યારે એવો જ જો એને હેતુ હોય તે એ રાજદ્વારી પુરુષ નહિ થાય.
ઈજીપ્તના કૂતરાના સમ ખાઈને કહું છું કે એ થશે જ ! એનું પિતાનું જે નગરરાજ્ય છે એમાં તો એ અવશ્ય થશે, જે કે પિતાની જન્મભૂમિમાં કદાચ એ નહિ થાય, સિવાય કે એને દેવી નિમત્રણ આપવામાં આવ્યું હોય!
હું સમજે તમારા કહેવાને ભાવાર્થ એ છે કે જે નગરરાજ્યની આપણે સ્થાપના કરી રહ્યા છીએ અને જે નગરરાજ્ય માત્ર વિચારના પ્રદેશમાં જ અસ્તિત્વ ધરાવે છે, (૨) તેને એ શાસનકર્તા થશે; કારણ હું નથી માનતો કે એવું રાજ્ય પૃથ્વી પર કોઈ પણ ઠેકાણે હયાતીમાં હોય!
જવાબ આપે. હું માનું છું કે સ્વર્ગમાં એને નમૂનો ઘડેલે તૈયાર છે, જે કોઈની ઇચ્છા હોય તે પોતે નીરખી શકે છે અને નીરખીને પિતાના ઘરને વ્યવસ્થિત કરી શકે છે પરંતુ (સત્ય તો એ છે કે) એવું (નગર રાજ્ય) હયાત હોય કે ભવિષ્યમાં કદી વસ્તુતઃ અસ્તિત્વમાં આવે એ બાબત જ ગૌણ છે; કારણ તે માણસ તે એ નગરરાજ્યની રીત પ્રમાણે જ જીવન ગાળશે, અને બીજા કોઈ પણ (રાજ્ય) ની સાથે એને કશી લેવાદેવા નહિ હોય.
તેણે કહ્યું. હું એમ માનું છું. ૧. અથવા તેને પોતાનું નિવાસસ્થાન કરી શકે છે.' * જુઓ: ૩: ૩૯૯-૬ અને ૮:૫૬૬,