________________
પ૨૬
પરિછેદ ૯
ચ લા ઓ.
ચિત્રકાર વિશે આપણે એમ કહીશું કે તે લગામને ચીતરશે, અને જે પિત્તળને કકડે ઘેડાના મેમાં મૂકવામાં આવે છે તેને પણ ચિતરશે.
હા. અને ચામડાને તથા પિત્તળને કારીગર એને બનાવશે ? જરૂર.
પરંતુ પિત્તળના કકડાના અને લગામના ખરા સ્વરૂપનું ચિત્રકારને જ્ઞાન હોઈ શકે ખરું ? નહિ જ, કારણ ચામડાના તથા પિત્તળના ઘાટ ઘડનાર કારીગરોને પણ ભાગ્યે જ એનું જ્ઞાન હોય છે, માત્ર ઘેડેસ્વારને—જેને એમને ઉપગ કરતાં આવડે છે–તેને એમના ખરા સ્વરૂપનું જ્ઞાન છે *
સાવ સાચું.
અને બધી વસ્તુઓ વિશે આપણે આ પ્રમાણે જ શું ન ઘટાવી શકીએ ?
શું ?
(૩) કે બધી વસ્તુઓને ત્રણ પ્રકારની કલાઓ સાથે સંબંધ રહેલો છે. એક જે તેને ઉપયોગ કરે છે તે, બીજી જે એને બનાવે છે તે, અને ત્રીજી જે એનું અનુકરણ કરે છે તે–ખરું ને?* ' હા.
જીવત કે જડ–તમામ રચનામાં તથા મનુષ્યના પ્રત્યેક કાર્યમાં રહેલાં ગુણ, સૌંદર્ય કે સત્ય કલાકારે કે કુદરતે તેને જે ઉપયોગ માટે નિયત કરેલું છે તે સાથે હંમેશાં સાપેક્ષ હોય છે.
ખરું. ત્યારે એને જે ઉપયોગ કરનાર છે તેને એને વધારેમાં વધારે
* મુદ્દો ૩. જ્ઞાનનું સ્વરૂપ. વસ્તુનું ખરું જ્ઞાન તેને ઉપયોગ કે પ્રયોજન જાણ્યાથી જ મળે છે.
x સરખા એરિસ્ટોટલના ચાર પ્રકારનાં કારણે Material, Instr+ mentai, Formal, Teleological.