________________
५२५
જેઓ માત્ર રંગ તથા આકૃતિઓ પરથી અભિપ્રાય બાંધતા હોય, તેવાઓ માટે જ એમનાં દોરેલાં ચિત્ર ઉપયોગી છે.
એમ જ.
તેવી જ રીતે કવિ પોતાના શબ્દો અને વાક્યો વડે ભિન્ન ભિન્ન કળાઓ ઉપર રંગ પૂરે છે એમ કહી શકાય, જો કે પોતાને તો તેનું (કળાઓનું) અનુકરણ કરી શકાય એટલા પુરતી જ એનાં સ્વરૂપની સમજણું હોય છે છતાં; અને જે બીજા લેકે એના જેટલા જ અજ્ઞાન હોય છે, અને જેઓ માત્ર એના શબ્દો પરથી જ અભિપ્રાય બાંધે છે તેઓ અનુમાન કરે છે કે જે તે જેડા સીવવાની, લશ્કરી મૂહની કે બીજી કોઈ બાબતની, વૃત્ત, સંગીત (a) અને તાલ દ્વારા વાત કરતો હોય તો એ બહુ સારું કહેવાય–સંગીત અને તાલની સ્વાભાવિક રીતે આવી મધુર અસર થાય છે. અને તમે અનેકાનેક વાર જોયું હશે કે તેમના શબ્દો પરથી સંગીતે પૂરેલા રંગે જે ઉખાડી નાંખવામાં આવે અને સાદા ગદ્યમાં જે બોલવામાં આવે, તો કવિઓની વાર્તાઓ કેટલી નમાલી લાગે છે !
તેણે કહ્યુંઃ હા.
જે મોઢાં કદી ખરેખર સુંદર નહોતાં, પરંતુ જે માત્ર નવયૌવનમાં હતાં,–તેના જેવા એમના શબ્દો છે; અને હવે તે યૌવનની સુરભિ એમાંથી ચાલી ગઈ છે ખરુ ને ?
એમ જ.
અહીં એક મુદ્દો આવે છે. અનુકરણ કરનાર કે પ્રતિકૃતિ બનાવનારને સત્ય અસ્તિત્વ (true existence) નું કશું જ્ઞાન હોતું નથી; એ માત્ર આભાસને ઓળખે છે. કેમ ખરું છે ને ?
(૪) હા.
ત્યારે આપણે અરધીપરધી સમજુતથી સંતોષ નહિ માનીએ અને પૂરેપૂરી સમજુત કરી લઈશું.
૧ અથવા પોતાનાં નામ અને ક્રિયાપદો વડે.”