________________
પરિચ્છેદ ૧૦
(૬) અને પેલું ખીજૂ —બંડખાર તત્ત્વ એમ મારા કહેવાને અ છે—અનુકરણ માટે ધણુંય બધું વસ્તુવૈવિધ્ય આપી રહે છે, ખરું ને ? જ્યારે શાંત અને જ્ઞાની સ્વભાવ હરહંમેશ લગભગ સમતાવાળા હોય છે તેથી તેનું અનુકરણ કરવું સહેલું નથી અથવા તે એનું અનુકરણ કરવામાં આવે તે તેવી કળાને ખાસ કરીને થિયેટરમાં જ્યાં પચરંગી લેાકા એકઠા થયા હોય તેવા સાનિક ઉત્સવને વખતે સમજવી એટલી સહેલી નથી—કારણ કે જે અનુભવનું દૃશ્ય તેમની પાસે ર કરવામાં આવે છે, તેનાથી તે અજાણ છે.
૫૩૪
(૬૦૫) જરૂર.
ત્યારે જે અનુકરણ કરનાર કવિ લેાકપ્રિય થવાના પ્રયત્ન કરે છે તે અથવા તેની કલા આત્માના બૌદ્ધિક તત્ત્વનું રંજન કરવા કે તેના પર અસર કરવા સ્વભાવથી જ નિર્માયેલાં નથી; પરંતુ જે લાગણીપ્રધાન તથા અસ્થિર સ્વભાવનું અનુકરણ કરવું સહેલું છે તેનું આલેખન કરવાનું એ વધારે પસંદ કરશે, ખરું ને?
સ્પષ્ટ છે.
અને હવે આપણે કવિને ખુશીથી ઉપાડીને ચિત્રકારની જોડાજોડ મૂકીશું. કારણ કે એ એ રીતે એના જેવા છે: પહેલાં તા એની કૃતિમાં સત્યને હીનતર । રહેલા છે તેથી આ રીતે હું કહું છું કે એ તેના જેવા છે; (૨) અને આત્માના હીનતર તત્ત્વ સાથે એને લેવાદેવા રહ્યા કરે છે એ રીતે પણ એ તેના જેવા છે; અને આવી સુવ્યવસ્થિત નગરરાજ્યમાં એને દાખલ થવા દેવાની મનાઈ કરવામાં આપણે ખાટા નહિ કરીએ, કારણ કે એ લાગણીઆને જાગ્રત કરે છે તથા પાષે છે અને એમને સબળ બનાવે છે, તથા બુદ્ધિને હાનિ પહેાંચાડે છે. નગરરાજ્યની માક જ્યારે દુષ્ટ લોકાને અધિકારપદ લેવા દેવામાં આવે, અને સજ્જનને હાંકી કાઢવામાં
× મુદ્દો ૬. સરખાવા જર્મન ફિલસૂફ નિત્શેના અભિપ્રાય, જો કે વાકચના પછીના ભાગમાં પ્લેટાનું જે કહેવું છે તેના એ સ્વીકાર ન કરે.