________________
૫૭
ભાગ્યે જ બહુ થોડા લેકે એટલે ઊંડે વિચાર કરે છે કે બીજા લેકામાં રહેલા અનિષ્ટમાં થોડોઘણે અંશ પિતામાં પણ પેસે છે. અને આ રીતે બીજાઓનાં દુઃખો જોતી વખતે શોકની જે લાગણું ઉદ્રક પામી હોય છે તે પાછળથી આપણું પિતાનાં દુઃખ વખતે દાબવી મુશ્કેલ છે.
(ક) કેટલું બધું ખરું?
અને જે હાસ્યાસ્પદ છે તેને પણ શું આ જ લાગુ પડતું નથી ? એવી મશ્કરીઓ પણ છે જે તમે પોતે કરતાં શરમાઓ, અને છતાં હાસ્યરસપ્રધાન નાટક થતું હોય તે વખતે—અથવા પછી ખાનગીમાં તે ખરું જ - તમે એ સાંભળો ત્યારે તમને ભારે ગમ્મત પડે છે અને તેમાં રહેલા અનૌચિત્ય પ્રત્યે તમને જરા પણ ઘણા થતી નથી;– અનુકંપાના દાખલામાં જેમ બન્યું હતું તેમ ફરીથી બનવા પામે છે;માનવસ્વભાવમાં એક એવું તત્ત્વ રહેલું છે કે જેનું વલણ ખડખડાટ હસી પડવાનું હોય છે, અને તમે પોતે વિદુષક ગણાઓ એ બીકે જેને તમે એક વાર બુદ્ધિ વડે દાબમાં રાખ્યું હતું, તેને જ હવે તમે પાછું બહાર આવવા દો છો; અને હાસ્યની શક્તિને થિયેટરમાં ઉત્તેજિત કર્યા પછી, ઘેર તમારાથી અજાણતાં કરુણરસના કવિનો પાઠ ભજવાઈ જવાય છે.
તેણે કહ્યું: તદન ખરું.
(૩) અને વિષયવાસના, ક્રોધ, અને બીજા બધા મને વિકારે, કામના, તથા દુઃખની અને સુખની લાગણી, જેને વિશે એમ માનવામાં આવે છે કે દરેક ક્રિયાની સાથે એ હરહંમેશ જોડાયેલી જ રહે છે–તે બધાને વિશે આ ને આ વાત ખરી છે – એ તમામની બાબતમાં કાવ્ય વિકારને સુકવી નાંખવાને બદલે એને પોષે છે અને પાણી પાય છે; મનુષ્ય સુખ અને સદ્દગુણમાં કોઈ પણ દિવસ જે પ્રગતિ કરવી હોય, તો જેને નિયંત્રણમાં રાખવાં જ જોઈએ તેવાંને એ શાસન કરવા દે છે.