________________
પરિચછેદ ૧૦ આપણને પોતાને અભિમાન આવે છે–આપણને શાંત અને ધીર થવાનું ગમશે; આ માર્ગ પુરુષને છાજે એવો (૬) છે, અને કાવ્યને પાઠ કરતાં આપણને જેમાં આનંદ આવતો હતો તેને હવે આપણે સ્ત્રીની ભૂમિકા કહીએ છીએ.
તેણે કહ્યું: સાવ સાચું.
હવે આપણે પિતાને જ પ્રશ્ન હોય ને જે આચરણ કરતાં આપણને ધિક્કાર છૂટે અને શરમ આવે તેવું આચરણ કઈ બીજે કરે તો તેનાં વખાણ અને પ્રશંસા કરવામાં આપણે શું ખરા હોઈ શકીએ ?
તેણે કહ્યું. ના, એ જરૂર ઠીક ન કહેવાય. (૬૬) મેં કહ્યું. ના, એક દષ્ટિએ તે તદ્દન ઠીક ગણાય. કઈ દષ્ટિએ ?
મેં કહ્યું તમે જે એમ વિચાર કરે કે આફતમાં હોઈએ ત્યારે રિઈને તથા વિલાપ કરીને આપણું શોકને હળ કરવાની ઈચ્છા તથા
એ પ્રકારની સ્વાભાવિક ભૂખ આપણને લાગે છે, અને આપણે પોતે ભયમાં હોઈએ ત્યારે જે આ લાગણીને કાબૂમાં રાખવામાં આવે છે, તેને કવિઓ સંતોષે છે તથા તેમાં આનંદે છે;–કારણ કે, આપણામાં દરેકમાં રહેલા ઉચ્ચતર તત્ત્વને બુદ્ધિ કે ટેવ દ્વારા પૂરતી કેળવણી આપવામાં નથી આવેલી માટે, દુઃખ બીજાનું છે તેથી, તે તરવ અનુકંપાની લાગણીને માઝા મૂકવાની રજા આપે છે અને પ્રેક્ષક એમ (4) ધારે છે કે દયા માગતે જે કોઈ માણસ એની પાસે એમ કહેતો આવે કે હું કે ભલે માણસ છું અને એ રીતે પોતાની મુશ્કેલીઓ આબત કોલાહલ મચાવે, તેવાની દયા ખાવામાં તથા એનાં વખાણુ કરવામાં પોતાને કશી નામોશી નથી. એ માને છે કે જેટલે આનંદ લૂંટાય તેટલે લાભમાં લેખવાન, અને પિતે ચીકણું થઈને કાવ્યને તેમ જ આનંદને શું કામ જતાં કરવાં? મારી કલ્પના અનુસાર