________________
૬૫
આવે, તેમ આપણે જે પ્રતિપાદન કરીએ છીએ તે પ્રમાણે મનુષ્યના આત્મામાં અનુકરણુશીલ કવિ દુષ્ટ બંધારણને શપે છે,× કારણ જે અબુદ્ધિના તત્ત્વમાં વધારે મોટા વિશે તથા (૪) વધારે નાના વિશે કશો વિવેક નથી, પરંતુ જે એક ને એક વસ્તુને એક વાર મોટી અને ખીજી વાર નાની માને છે તે તત્ત્વમાં એ મશગૂલ રહેતા હોય છે—એ પ્રતિકૃતિઓ બનાવનાર છે, અને સત્યથી અતિશય દૂર વસે છે.
૫૩૫
બરાબર એમ જ,
પરંતુ આપણા આક્ષેપેામાંની જે ભારેમાં ભારે દલીલ છે તે તે હજી આપણે આગળ કરી નથીઃ——સજ્જનને પણ હાનિ પહેાંચાડવાની કાવ્યમાં જે શક્તિ રહેલી છે [અને જેમને હાનિ ન પહેાંચી શકે એવા તા અત્ય ંત વિરલ હોય છે] તે ખરેખર ભયંકર છે?
હા, જો તમે કહેા છેા તેવી અસર થતી હોય તેા, જરૂર. સાંભળેા અને પછી નિષ્ણુય કરા: મારી સમજ પ્રમાણે, આપણામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પણ જ્યારે હેામરમાંથી કે કરુણરસપ્રધાન નાટકાના લેખકામાંથી ચૂંટેલા એવા કાઈ ભાગને સાંભળે કે જેમાં કાઈ યાને પાત્ર (૩) નાયકને પેાતાનાં દુ;ખા પર લાંબા લચક ભાષણેા કરતા અથવા રાતેા તથા પેાતાની છાતી કૂટતા ચીતર્યાં હોય, ત્યારે તમે તેા જાણે! જ છે, કે આપણામાંના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ (પણ) અનુકંપાની લાગણી આગળ નમતું આપવામાં આનંદ માણે છે, અને જે કવિ આપણી લાગણીઓને ખૂબ હચમચાવી નાંખે તેના ગુણા ઉપર આપણે વારી જઈએ છીએ. હા, મને અલબત્ત ખબર છે.
પરંતુ જ્યારે આપણા પર કા પ્રકારનું આપણું પેાતાનું દુઃખ આવી પડે, ત્યારે તમે જોયું હશે કે આનાથી વિરોધી ગુણુના 'નમાં+
× એરિસ્ટોટલને સિદ્ધાન્ત આનાથી બહુ ભિન્ન છે: His Theory of Tragic Emotion and the Principle of 'Katharsis'. * સરખાવા આયોન’-૫૩૫.