________________
નિયમ એમ કહે છે કે દુઃખમાં ધીરજ રાખવી એ શ્રેષ્ઠ છે તથા જે બનાવ બની ગયા હોય તે સારા છે કે બેટા છે તે વિશે આપણને કશું જ્ઞાન નથી તે અધીરાઈ થવા દેવી ન જોઈએ; અને અધીરાઈથી કશું વળતું નથી; વળી આ કારણને લઈને પણ—કે મનુષ્ય જીવનને લગતી પ્રત્યેક વિગત અતિશય અ૫ છે, (૪) અને હરકેઈ ક્ષણે (તાત્ત્વિક દષ્ટિએ) જેની સૌથી વધારે અગત્ય છે તેની જ આડે શોકની લાગણું આવીને ઊભી રહે છે.
તેણે પૂછ્યું: શાની સૌથી વધારે અગત્ય છે?
જે કંઈ બન્યું છે તે બાબત સારી સલાહ લેવી અને જે પાસે પડયે જ છે, તે જે માર્ગને બુદ્ધિ શ્રેષ્ઠ માનતી હોય તે રીતે બધી વ્યવસ્થા કરવી; નહિ કે–બાળક પડી ગયું હોય અને જે અંગને ઈજા થઈ હોય તેને ઝાલી રાખીને મેંટો બેંકડે તાણીને વખત ગુમાવતું હોય તેની માફક રડ્યા કરવું. પરંતુ સાંત્વન આપનારી કળાની મદદ વડે શકના (૩) આર્તનાદને દૂર કરીને, જે કંઈ રેગિષ્ટ અને પતિત હોય તેને ઉદ્ધાર કરવા તથા ખરા ઉપાયને તરત લાગુ પાડવાની આત્માને હંમેશાં ટેવ પાડવી જોઈએ.
તેણે કહ્યું હા, ભાગ્યચક્રના આક્રમણની સામે થવાને એ સારામાં સારે રસ્તો છે.
મેં કહ્યુંઃ હા, અને જે ઉચ્ચતર તત્ત્વ છે તે બુદ્ધિની સૂચનાને અનુસરવા તૈયાર હેય છે?
એ સ્પષ્ટ છે.
અને જે બીજું તત્વ આપણું મુશ્કેલીઓને યાદ લાવ્યા કરે છે તથા શોક પ્રત્યે પ્રેરે છે, અને આ બંનેમાં રચ્યુંપગ્યું રહે તો પણ જે ધરાતું નથી, તે તવને આપણે અ-બુદ્ધિનું, નકામું અને ભીરુ કહી શકીએ,-નહિ?
ખાત્રીથી, આપણે કહી જ શકીએ.