________________
५३२
પરિછેદ ૧૦ માણસ પર આવી પડે, તે તે બીજાના કરતાં વધારે સમતાથી પિતાની હાનિ સહન કરશે, ખરું ને ?
હા.
પરંતુ શું એને શેક થશે જ નહિ, કે આપણે એમ કહીશું કે જે કે એને શેક થયા વગર ન રહે તોપણ પિતાના શોકને એ ધીમે પાડશે.
તેણે કહ્યું તમે જે પાછળથી કહ્યું તે વિધાન વધારે સાચું છે.
(૬૦૪) મને કહેઃ કર્યું વધારે સંભવિત છે–એ પોતે એકલો હોય ત્યારે કે એના સાવડિયા એને જોતા હોય ત્યારે એ પોતાના શોકની સામે લડશે અને ટકી રહેશે?
બીજાઓ એને જોતા હોય અથવા ન જોતા હોય એ બેમાં બહુ મેટ ફરક પડશે.
જે બાબતો બીજા કોઈ સાંભળી જાય અથવા એ કરતા હોય ને જોઈ જાય તેમાં એને શરમ લાગે તેવી હોય, તે બાબતે પોતે એલો હોય ત્યારે બોલતાં કે આચરતાં એને બહુ નહિ લાગે, નહિ ?
ખરું.
પોતાના દુર્ભાગ્ય પ્રત્યેની લાગણી જેમ એને શોક પ્રત્યે ઘસડી જાય છે, તેમ નિયમન તથા બુદ્ધિનું એક બીજું પણ તવ (૪) છે કે જે તેને એની સામે થવા ફરમાવે છે ?
ખરું.
પરંતુ જ્યારે એ ને એ વસ્તુ પ્રત્યે અને તેનાથી દૂર, એમ વિરુદ્ધ દિશામાં માણસ ખેંચાતો હોય, ત્યારે એનામાં અમુક બે ભિન્ન તો હોવાનું અવશ્ય રીતે ફલિત થાય છે એમ આપણે પ્રતિપાદન કરીએ છીએ ને ?
અવશ્ય. એમાંનું એક નિયમનની દેરવણને અનુસરવા તૈયાર છે ? એ કઈ રીતે ?